ફ્રેન્ચ બીન કોર્ન મટર અપમ (French Beans Corn Matar Appam Recipe In Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#Week18
#FrenchBean(ફણસી)
#Mycookpadrecipe41
ફ્રેન્ચ બીન કોર્ન મટર અપમ (અપ્પે)
આ વાનગી ની પ્રેરણા મૃગા ભાભી પાસે થી મળી. એમની આ પ્રિય વાનગી માની એક અને એ બનાવે પણ સરસ. પહેલી વાર એમની બનાવેલી ખાધી અને જોઈ પણ એમની પાસે. આજે ખાસ એમની બનાવટ અને એમને માટે ખાસ બનાવી. પ્રેરણા સ્ત્રોત એ જ કહી શકાય. આમ પણ હેલ્થ માટે ખૂબ સારું કહી શકાય. હળવું અને ઓછા તેલ વાળું સ્વાસ્થ્ય માટે સારું જ કહેવાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ઇડલી નું ખીરું
  2. વાટકો બાફેલી ફણસી
  3. વાટકો બાફેલી મકાઈ
  4. વાટકો બાફેલા વટાણા
  5. વાટકો બાફેલા ગાજર
  6. ૨ નંગસમારેલી ડુંગળી
  7. ૧/૨ ચમચીહિંગ
  8. ૧/૨ ચમચીધાણાજીરૂ
  9. ૧/૨ ચમચીમરચું પાઉડર
  10. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  11. ૧/૨ ચમચીમિક્સ હર્બસ્
  12. ૧/૨ ચમચીમરી પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૧ ચપટીસોડા
  15. જરૂર મુજબ પાણી
  16. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક બાઉલ મા ફણસી, વટાણા, મકાઈ, ગાજર સમારી ને કુકર મા બાફી લેવા

  2. 2

    એક બાઉલ મા ઇડલી નું ખીરું લઈ એમાં મીઠું સોડા ભેળવી લેવું

  3. 3

    હવે ડુંગળી ને સમારી લેવી

  4. 4

    બાફેલા શાક ને ઠરે એટલે ખીરા માં નાખી એમાં હિંગ, ધાણાજીરૂ, મરી પાઉડર, મરચું પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બસ્ અને મીઠું ઉમેરી એકસરખું મિક્સ કરી લેવું

  5. 5

    હવે અપમ પાન ને ગરમ કરી દરેક ખાના ને તેલ થી ગ્રીસ કરી ચમચી એક ખીરું ઉમેરી દેવું. એક દોઢ ચમચી જેટલું એક ખાના માં આવશે

  6. 6

    બધાં ખાના માં મિશ્રણ નાખી મીડિયમ્ ફલેમ પર રાખી ગેસ પર થવા દેવું.

  7. 7

    એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને ઉથલાવી નાખવું. ઉથલાવવા માટે ચમચી કે કાંટા નો ઉપયોગ કરી શકાય

  8. 8

    બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગરમ ગરમ અપમ કે અપ્પે ને સોસ કે નાળિયેર ની ચટણી સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર
Jamnagar

Similar Recipes