સરગવા બટાકા ની સબ્જી (Saragva Bataka Sabji Recipe In Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

સરગવા બટાકા ની સબ્જી (Saragva Bataka Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 5સરગવાની શીંગ
  2. 2 નંગબટાકા
  3. 1 નંગટમેટું
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીલાલ મરચું
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. જરૂર મુજબ પાણી
  9. 8-10કળી લસણ (ખાંડેલુ)
  10. 4 મોટી ચમચીતેલ(વઘાર માટે)
  11. 3 ચમચીલીલી કોથમીર (ગાર્નીશિંગ માટે)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા સરગવાની શીંગ અને બટાકા ને ધોઈને સમારી લો.બટાકા ને મિડિયમ સાઈઝના કટ કરવાના છે. સરગવાની સિંગને પણ મીડિયમ સાઇઝની રાખવાની છે.જે નીચે બતાવેલ છે.

  2. 2

    હવે લસણ ખાંડણીમાં ખાંડી લો. ટામેટાં ને પણ ઝીણા ઝીણા સમારી લો.પછી તેલ ગરમ કરવા માટે મૂકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં લસણ ઉમેરી દો.

  3. 3

    લસણ બ્રાઉન કલરનું થઈ જાય પછી તેમાં સરગવાની શીંગ અને બટાકા ઉમેરી તેને 1 મિનિટ સુધી તેલમાં ગરમ થવા દો.પછી તેમાં બધા મસાલા કરી લો.પહેલા હળદર ઉમેરો.

  4. 4

    ધાણાજીરું પાઉડર ઉમેરો.ત્યારબાદ લાલ મરચું ઉમેરો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરો.બધાયને એકદમ હલાવી લો અને તેલમાં ચડવા દો.

  5. 5

    હવે તેલમાં ચડે ત્યાં સુધી આપણે એક લસણની ચટણી તૈયાર કરી લઈએ. ખાંડણીમાં લસણની 3 થી 4 કળી લઈ તેમાં લાલ મરચું ઉમેરો અને બંને ખાંડી લો. એટલે લસણની ચટણી તૈયાર થશે.લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. હવે આ તૈયાર થયેલી ચટણી સબ્જીમાં ઉમેરી દો. તેને હલાવી નાખો. પછી તેમાં ટામેટા ઉમેરી દો.

  6. 6

    આ બધું જ બરાબર મિક્સ કરી લો અને 2 મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં પાણી ઉમેરો. પાણી તમારે જેટલા પ્રમાણમાં રસો જોઈતો હોય એટલા પ્રમાણમાં જ ઉમેરવું.

  7. 7

    આ બધું તૈયાર થઈ જાય પછી કુકર નું ઢાંકણ ઢાંકી દો. પછી 3 સીટી કરી લો. પછી કુકરમાંથી વરાળ નીકળી જાય એટલે કોથમીર ઉમેરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.ઉપરથી મે લીલી કોથમીર ઉમેરીને ગાર્નિશિંગ કર્યું છે. તેને ખાટી-મીઠી કાચી કેરી અને ગરમાગરમ રોટલી સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર

Similar Recipes