ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

#CB8
Week8
Post-1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. ૭ થી ૮ નંગ નાના રીંગણા
  2. 2 નંગબટાકા
  3. 1/2 કપ સિંગદાણાનો ભૂકો
  4. ૩ ચમચીચવાણું નો ભૂકો
  5. 2 ચમચીઆદુ -મરચા -લસણની પેસ્ટ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/2 નાની ચમચી હિંગ
  11. 1 ચમચીટોમેટો કેચપ
  12. 2 ચમચીકોથમીર
  13. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણ અને બટાકા ને આડા ઊભા કાપા પાડી લો.ત્યારબાદ એક બાઉલમાં સીંગદાણાનો ભૂકો,ચવાણું નો ભૂકો, તેમાં મસાલા અને આદુ -મરચા -લસણની પેસ્ટ, કોથમીર ઉમેરો.હવે તમે ટોમેટો કેચપ ઉમેરો અને બધું બરાબર મિક્ષ કરી લો.ત્યારબાદ આ મસાલો રીંગણ અને બટાકામાં ભરી લો.

  2. 2

    હવે કુકરમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હીંગ ઉમેરો.ત્યારબાદ તેમાં રીંગણ અને બટાકા ઉમેરો અને બે મિનિટ ચડવા દો.ત્યારબાદ વધેલો મસાલો ઉમેરી 1/2 કપ જેટલું પાણી ઉમેરો અને કૂકરના ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી થવા દો. ગેસ ધીમો રાખવો.ત્યારબાદ ભરેલા શાક ને સર્વિંગ બાઉલમાં કાઢી રોટલો, રોટલી કે પરોઠા સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes