મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#KR

શેર કરો

ઘટકો

8 થી 10 કલાક
3 થી 4 લોકો
  1. 500 ગ્રામહાફૂસ કરી
  2. 1 વાટકો મલાઈ
  3. દોઢ લીટર દૂધ
  4. 3 ચમચીવેનીલા કસ્ટર્ડ પાઉડર
  5. 2 વાટકા ખાંડ
  6. 1 નાની વાટકીબદામ પિસ્તા ની કતરી

રાંધવાની સૂચનાઓ

8 થી 10 કલાક
  1. 1

    સૌ પહેલા એક વાટકા માં થોડું ઠંડું દૂધ લઇ ને તેમાં કસ્ટર્ડ પાઉડર નાખી ને ગઠા ન રહે તેમ મિક્સ કરી લેવું.

  2. 2

    ત્યાર બાદ દૂધ ને ગરમ કરી ને તેમાં આ કસ્ટર્ડ વાળુ દૂધ નાખી ને સરખું હલાવવું.. અને ખાંડ પણ નાખી દેવી.. દૂધ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગશે. ત્યારે ગેસ બંધ કરી દેવો ને તેને ઠંડુ પડવા દેવું.

  3. 3

    ત્યાર બાદ સાવ આ મિશ્રણ સાવ ઠંડુ પડે એટલે તેમાં કેરી નાં ટુકડા કરી ને નાખી દેવા અને મલાઈ પણ નાખી દેવી અને આ મિશ્રણ ને મિસરા ખૂબ જ સરખી રીતે મિક્સ કરી લેવું...

  4. 4

    ત્યારબાદ કુલ્ફી નાં મોલ્ડ મા આ મિશ્રણ ને ભરી ને ફ્રીઝ માં 7 8 કલાક માટે જમાવવા મૂકી દેવું...

  5. 5

    હવે 7 8 કલાક પછી આ કુલ્ફી જામી જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી ઉપર થી બદામ પિસ્તા ની કાત્રી ભભરાવી ને ગરમી માં ઠંડી મેંગો કુલ્ફી નો આનંદ માણવો..🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes