જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો

#JWC4
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
શિયાળાનો શાકનો રાજા એટલે ઘુટો. ઘુટા માં વિવિધ શાકનો અને લીલી ભાજી નો ઉપયોગ થાય છે ઘુટો એ વિટામીન્સ થી ભરપુર અને પૌષ્ટિક શાક છે
જામનગરનો હેલ્ધી સાત્વિક પ્રખ્યાત ઘુટો
#JWC4
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
શિયાળાનો શાકનો રાજા એટલે ઘુટો. ઘુટા માં વિવિધ શાકનો અને લીલી ભાજી નો ઉપયોગ થાય છે ઘુટો એ વિટામીન્સ થી ભરપુર અને પૌષ્ટિક શાક છે
Steps
- 1
સૌપ્રથમ ચણાની દાળ મગની દાળ ધોઈને ચાર કલાક પલાળવી ત્યારબાદ બટેટા ગાજર કોબી દુધી રીંગણું આ બધા શાક સમારીને અડધો અડધો કપ લેવા ત્યારબાદ એક કપ વટાણા લેવા અડધો કપ તુવેર લેવી અડધો કપ વાલ લેવા
- 2
ત્યારબાદ એક કુકરમાં પાણી નાખી ગરમ કરી તેમાં સમારેલ બટેટા રીંગણ ગાજર કોબી એક કપ વટાણા અડધો કપ લીલી તુવેર અડધો કપ લીલાવાલ1/2 કપ સમારેલી દૂધી આમ બધા અલગ અલગ શાક વટાણા તુવેર અને વાલ એ બધાને ગરમ પાણીમાં નાખી બાફવા મુકવા અને તેમાં પલાળેલી દાળ નાખવી અને બધાને બાફી નાખવા ઘુટોમાં માં કારેલા અને ભીંડા નો ઉપયોગ થતો નથી
- 3
બધા શાકભાજી અને દાળને અધકચરા ક્રશ કરી લેવા બીજા તપેલામાં બધી લીલી ભાજીઓ પાલક સુવા મૂળાની ભાજી ફુદીનો તાંજળજો અડધી ચમચી મીઠું નાખીને બધા બધી ભાજીને બાફી લેવી ત્યારબાદ તેને ક્રશ કરીને બાફેલા શાક માં નાખવી
- 4
ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ નાખો તેમાં એક તમાલપત્ર બે સુકા મરચા બે ટુકડા તજ ના નાખવા અડધી ચમચી હિંગ નાખવી ત્યારબાદ સમારેલી લીલી ડુંગળી નાખવી સમારેલું લીલું લસણ નાખવું અને સાંતળવું ત્યારબાદ તેમાં સમારેલું ટમેટું અને મરચું નાખવું તેને સાંતળવું પછી તેલ બહાર આવશે
- 5
આમ તૈયાર થયેલો વઘાર શાક અને ભાજીથી બનાવેલા ઘુટા માં રેડવો અને મિક્સ કરવો આમ આપણો વિટામીન અને શાકભાજીથી ભરપૂર ઘુટો તૈયાર થશે આ ગુટાને બાજરાના રોટલા લીલા મરચા સમારેલી ડુંગળી અને છાશ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેનો સ્વાદ કંઈક ઓર જ હોય છે શિયાળામાં બનાવેલો ઘુટો એ વિટામિન અને લીલા શાકભાજી થી ભરપુર છે આરોગ્ય અને જાળવવા માટે ખૂબ મદદરૂપ થાય છે
- 6
Similar Recipes
More Recipes
-

Onion and Tomato Tempered Curd Rice
Manisha Sampat
-

Mukti Sahay
-

Prachi Phadke Puranik
-

Dahi TikhariSpicy Yogurt Curry
Swati Ganguly Chatterjee
-

Madhumita Bishnu
-

Mukti Sahay
-

Shital Jataniya
-

Christina
-

Kari
-

KCassel
-

Kari
-

Globlie Girl
-

Nutan Shah
-

Richard Scott Cunningham
-

Kari
-

Veg Chow Mein / Chinese Noodles
Sudipa Gope
-

Minda
-

Syeda Hira Mujadid
-

Syeda Hira Mujadid
-

Ryam treats
-

dflynch
-

ઠાકોરજી નો ભોગ થાળ વસાણા યુક્ત સૌભાગ્ય સૂંઠ પાક
Ramaben Joshi

























Comments (2)