હેલ્ધી ઓટ્સ વેજિટેબલ્સ પકોડા (નોન ફ્રાઇડ)

Food Carnival
Food Carnival @cook_17756525

#તળ્યા_વગરના_પકોડા #healthy_recipe

હેલ્ધી ઓટ્સ વેજિટેબલ્સ પકોડા (નોન ફ્રાઇડ)

#તળ્યા_વગરના_પકોડા #healthy_recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ પ્લેટ
  1. ૧/૨ કપ ઓટ્સ
  2. ૧ કપ ચણાનો લોટ
  3. ૧/૨ કપ સમારેલી કોબી
  4. ૧/૪ કપ છીણેલું ગાજર
  5. ૧/૪ કપ સમારેલુ કેપ્સિકમ
  6. ૧/૪ કપ સમારેલા કાંદા
  7. ૧ ટી.સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
  8. ૧ ટી.સ્પૂન મીઠું
  9. ૧/૨ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
  10. ૧/૪ ટી.સ્પૂન અજમો
  11. ૧/૨ ટી.સ્પૂન ખાંડ
  12. ૪ ટી.સ્પૂન દહી
  13. ૧ ટી.સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ૧/૨ કપ ઓટ્સ મિક્સર માં નાખી પીસીને પાઉડર બનાવવો

  2. 2

    ઓટ્સ પાઉડર ને એક મોટા બાઉલ માં લઇ તેમાં ચણાનો લોટ નાખવો.

  3. 3

    તેમાં સમારેલી કોબી, છીણેલું ગાજર અને સમારેલુ કેપ્સિકમ

  4. 4

    સમારેલા કાંદા, મીઠું, લાલ મરચું પાવડર નાખવું.

  5. 5

    તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, અજમો,ખાંડ નાખવું

  6. 6

    દહી નાખી મિક્સ કરવું અને તેમાંથી માઇક્રોવેવ ની પ્લેટમાં ૧ ટે.સ્પૂન જેટલુ મિક્સચર મુકવુ ૧ ઇંચ જગ્યા છોડી ૧ ટે.સ્પૂન મિક્સચર મુકવુ. એવી રીતે આખી પ્લેટમાં ૧ ટે.સ્પૂન મિક્સચર મુકતા જવું.

  7. 7

    ૨:૩૦ મિનિટ માઇક્રોવેવ હાઇ કરવું

  8. 8

    આ પકોડા ને બેકિંગ ટ્રે માં કાઢી તેના પર તેલથી બ્રશિંગ કરી પ્રિહીટેડ ઓવનમાં ૨૦૦° સેલ્સિયસ પર ૧૫ મિનિટ બેક કરવા. ઓવન ના હોય તો સેન્ડવીચ ગ્રીલરમાં ગોઠવી ૧૨ મિનિટ ગ્રીલ કરવા. હેલ્ધી નોનફ્રાઇડ ઓટ્સ વેજિટેબલ્સ પકોડા ને લીલી ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Food Carnival
Food Carnival @cook_17756525
પર

Similar Recipes