ચીઝી મેગી ફલેવરડ પોપકોર્ન

asharamparia
asharamparia @Asharamparia

#કુકર
#goldenapron
3rd week recipe
વરસાદી વાતાવરણમાં ચટપટું ખાવા નું મન થાય અને એ પણ ફટાફટ બની જાય તો?
ફ્રેન્ડસ તો હું એક એવી રેસીપી લઇને આવી છું કે જે કુકર માં ઝડપથી બની જશે અને વરસાદી વાતાવરણ ને પણ માણી શકાશે.

ચીઝી મેગી ફલેવરડ પોપકોર્ન

#કુકર
#goldenapron
3rd week recipe
વરસાદી વાતાવરણમાં ચટપટું ખાવા નું મન થાય અને એ પણ ફટાફટ બની જાય તો?
ફ્રેન્ડસ તો હું એક એવી રેસીપી લઇને આવી છું કે જે કુકર માં ઝડપથી બની જશે અને વરસાદી વાતાવરણ ને પણ માણી શકાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસૂકી મકાઈના દાણા
  2. 3 ચમચીબટર અથવા તો તેલ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ચીઝ પાવડર જરુર મુજબ
  5. 2 ચમચીમેગી મસાલો
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કુકરમાં તેલ કે બટર ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈના દાણા અને મીઠું નાખી થોડીવાર સાંતળો.

  2. 2

    દાણા ને સાંતળયા બાદ કુકર નું ઢાંકણ બંધ કરી લો (કુકર ની રીંગ અને સીટી કાઢી લેવા)

  3. 3

    થોડીવાર માં જ મકાઈના દાણા પૉપ (ફુટવા)થવાં લાગશે.બાળકો ને તો એ અવાજ સાંભળવો ખૂબ ગમે..

  4. 4

    આપણી પોપકોર્ન તૈયાર છે જેને એક મોટા બાઉલમાં લઇ ઉપર થી ચાટ મસાલો,ચીઝ પાવડર, મેગી મસાલો, લ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી ગરમાગરમ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes