સળંગ દાળનાે ભાત

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#ચોખા
#કૂકર
#india
વરસાદની સીઝનમાં સળંગ દાળનાે ભાત ખાવાની મજા જ અલગ હાેય છે. તેને કાેકણી ભાત પણ કહેવાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. 250ગા્મ સળંગ દાળ
  2. 1બાઉલ બાસમતી ચાેખા
  3. 3 ચમચીઘી
  4. 1નંગ ગાજર સમારેલું
  5. 1નંગ બટાકાે સમારેલાે
  6. 1નંગ કાંદાે સમારેલાે
  7. 4નંગ મરી
  8. 2નંગ તજના ટુકડા
  9. 2નંગ તમાલપત્ર
  10. 2નંગ બાદયા
  11. 1/2 ચમચીજીરૂ
  12. 1/2 ચમચીહળદર
  13. 1/4 ચમચીહીંગ
  14. 4-5નંગ કડી પતા
  15. 2 ચમચીઆદું મરચાની પેસ્ટ
  16. 1 ચમચીલસણ પેસ્ટ
  17. 1 ચમચીખાંડ
  18. 1 ચમચીગરમ મસાલાે
  19. 2 ચમચીલીંબુ નાે રસ
  20. 3 ચમચીકાેપરાની છીણ
  21. 3 ચમચીકાેથમીર
  22. મીઠું સ્વાદ મુજબ
  23. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પહેલા બાસમતી ચાેખાને ૨૦ મીનીટ માટે પાણીમાં બાેળી રાખવા.

  2. 2

    હવે કૂકર લઇ ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં બધા ખડા મસાલા, જીરૂ, આદું મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ લઇ બધું સાંતળી લાે.

  3. 3

    તેમાં સમારેલા કાંદા, બટાકા, ગાજર, સળંગ દાળ ઉમેરી બરાબર મીક્ષ કરી સાંતળવું.

  4. 4

    હવે બાસમતી ચાેખા, બીજા મસાલા, લીંબુનાે રસ, પાણી ઉમેરી બરાબર મીક્ષ કરી કૂકર બંધ કરી લાે. અને ૩ સીટી થવા દેવી.

  5. 5

    કૂકર ઠંડું પડે પછી હવા કાડી ખાેલી ઉપરથી ઘી, કાેથમીર, કાેપરાની છીણ ઉમેરી પીરસાે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes