ભરેલા ટામેટા (જૈન)

Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_17987377

ગુજરાતમાં કદાચ વિશેષ રૂપથી બહુમતી માં જૈન સંખ્યા હોવાથી ગુજરાતના પ્રત્યેક રેસ્ટોરન્ટ માં "જૈન વાનગી" ના મળે એવું બને જ નહિ. ધર્મપાલન માં ચુસ્ત એવા જૈન સમુદાયમાં ડુંગળી લસણ કંદમૂળ નો ઉપયોગ વર્જિત છે, વર્જિત કરતા પણ "તામસિક" ગુણ જગાવનારો છે, એટલે જૈન બંધુઓ કાંદા લસણ નો ઉપયોગ બને ત્યાં સુધી ટાળે છે.

હું જન્મે બ્રાહ્મણ છું, એટલે ઘરમાં કાંદા લસણનો ઉપયોગ તો સ્વાભાવિક રીતે વિશેષ હોય જ. પણ મારી કઝીન એ જૈન સમુદાય માં પ્રેમલગ્ન કરેલ હોવાથી અમે તેમને ઘેર જમવામાં આમંત્ર્યા,. જીવનમાં કદી જૈન વાનગી નહિ બનાવેલ હોવાથી મેં વિચાર્યું એવું તો શું બની શકે? તો પછી મેં 1 2 જણ ને પૂછી ને પછી મારો આઈડિયા લગાવ્યો ને રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી આ સબ્જી,. ટૂંકમાં વાર્તા એટલી પતાવીશ કે અમારા જૈન જમાઈઓ આંગળા ચાટી ચાટીને ગયા છે એવી આ મારી સબ્જી બનેલી પેહલી વાર માં જ. અને તમે નહિ માનો પણ આ રેસિપી મારી ફેસબુક પર જ કમસે કમ 3000 લાઇક્સ ને હજારો કૉમેન્ટ્સ તો મેળવી જ ચુકી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-12નાના મધ્યમ કદના ટામેટા,
  2. ગ્રેવી માટે : 250-300 ગ્રામ જેટલી મધ્યમ કદની દૂધી, 4 મોટા કદના ટામેટા, 2 ઝીણા સમારેલા કેપ્સિકમ, અડધી વાટકી પલાળેલા કાજુ અને મગજતરીની પેસ્ટ
  3. પુરણ માટે : 250ગ્રામ પનીર, 3 બાફેલા કાચા કેળા, 1કપ સ્વીટ કોર્ન, 1કપ બાફેલા લીલા વટાણા, અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર, 3 મોટી ચમચી ટોમેટો કેચપ, 6-7 ઝીણા સમારેલા લીલા મરચા, 10-12 ફુદીનાના પાન
  4. મસાલા : 5-6 લવિંગ, 1-2 ચમચી જીરું, 3-4 મધ્યમ તજ ના ટુકડા, 3 મોટી એલચી, 2-3 આખા સૂકા લાલ મરચા, ઘી/તેલ/બટર જરૂરિયાત અનુસાર, લાલ મરચું, હળદર, ધાણાજીરું, હિંગ, સ્વાદ અને જરૂરિયાત અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ 3 મોટા ટામેટા અને દૂધી ને ધોઈ સમારીને અડધી ચમચી હળદર અને મીઠું નાખી ને બાફી દેવા,. બફાઈ ગયા પછી વધારાનું પાણી નિતારી ને ઠંડુ કરવા મૂકવું

  2. 2

    પુરણ માટે બાફેલા કાચા કેળા, વટાણા, સ્વીટકોર્ન, ખમણેલું પનીર, ચાટ મસાલો, ઝીણી સમારેલી કોથમીર, વાટેલા ફુદીનાના પાનની પેસ્ટ આ બધું સારી રીતે મિક્સ કરીને અંદર સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરી ને એક પેન માં 10-15 મિનિટ સુધી ધીમા તાપે સૌટે થવા દેવું,, ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવું

  3. 3

    ત્યાર બાદ 10-12 નાના કદના ટામેટા ધોઈને ઉપર નો હિસ્સો કાપી નાખવો, અંદરથી બીજ કાઢીને તૈયાર કરેલું પુરણ ભરી દેવું.

  4. 4

    ઠંડી કરેલ દૂધી અને ટામેટા ને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી લેવી (સ્વાદ માટે ફુદીનાની પેસ્ટ ઉમેરી શકાય) અલગ થી કાજુ અને મગજતરી ની પેસ્ટ બનાવી લેવી.

  5. 5

    એક પેન માં જરૂર મુજબ નું ઘી લઈને અંદર આખા મસાલા એક પછી એક સાંતળી લેવા। દૂધી અને ટામેટાની ગ્રેવી સાંતળવી। ત્યાર બાદ બચેલા એક મોટા ટામેટા અને કેપ્સિકમ ને ઝીણું સમારીને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવું,ત્યાર બાદ બાકીના મસાલા, મીઠું વગેરે ઉમેરી ને 10-12 મિનિટ સુધી ધીમા તાપે ઘી/તેલ છૂટું પડે ત્યાં સુધી પકવવા દેવું,. કાજુ મગજતરી ની પેસ્ટ ઉમેરી ને ફરી 10 મિનિટ સુધી પકવવું,.

  6. 6

    ત્યાર બાદ ભરેલા ટામેટા ને અંદર નાખીને 10 મિનિટ સુધી ધીમા તાપે પકવવા, ગરમાગરમ રોટલી કે પુરી/પરોંઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_17987377
પર

ટિપ્પણીઓ

Similar Recipes