મોતિયા લાડવા (વિસરાતી વાનગી)

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#ઇબુક
#day 2
મોતિયા લાડવા ને લીસા લાડવા પણ કહેવામાં આવે છે આ એક વિસરાતી વાનગી છે સાતમ આઠમ માં અને દિવાળી માં આ લાડવા બનવા માં આવે છે જે અમારે કાઠિયાવાડ ના ગામડા ની હું આ ડિશ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી આ ડિશ ગમશે ...😊😊

મોતિયા લાડવા (વિસરાતી વાનગી)

#ઇબુક
#day 2
મોતિયા લાડવા ને લીસા લાડવા પણ કહેવામાં આવે છે આ એક વિસરાતી વાનગી છે સાતમ આઠમ માં અને દિવાળી માં આ લાડવા બનવા માં આવે છે જે અમારે કાઠિયાવાડ ના ગામડા ની હું આ ડિશ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી આ ડિશ ગમશે ...😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તી
  1. 200 ગ્રામચણાનો લોટ
  2. 100 ગ્રામ ખાંડ
  3. 3 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  4. 1/4 ચમચીજાયફળ ઈલાયચી નો પાવડર
  5. તળવા માટે તેલ
  6. 5 ચમચી૫ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેની અંદર 3 ટેબલ સ્પૂન તેલ નાખી સરસ રીતે મિક્સ કરી ને ગરમ પાણીથી કઠણ લોટ બાંધીને મુઠીયા બનાવી લો

  2. 2

    મુઠીયા ને હવે ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો તળી લીધા પછી તેના કટકા કરી ને મિક્સરમાં ક્રશ કરી તેનો ભૂકો બનાવી તેને ચાળણી થી ચાળી લો લાડવા નું આપણું મિશ્રણ તૈયાર છે

  3. 3

    હવે આપણે ચાસણી તૈયાર કરશો એક કઢાઈમાં ખાંડ લઈને તે ડૂબે એટલું પાણી નાખી ને બે તારની ચાસણી તૈયાર કરવી પછી ગેસ ને બંધ કરીને તેની અંદર ધીમે ધીમે મુઠીયા નો ભૂકો નાખી નેસરસ મિક્સ કરી લેવું પછી તેની અંદર પાચ ચમચી ઘી નાખીને જાયફળ અને ઈલાયચી પાવડર નાખીને સરસ હલાવી ને ઠરવા દેવું

  4. 4

    મિશ્રણ ઠરી જાય એટલે તેના નાના નાના લાડુ વાળી લેવા ઉપર પિસ્તા થી સજાવો આપણા મોતિયા લાડવા તૈયાર છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes