પાણીપુરી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#લીલી
#ઇબુક૧
#પોસ્ટ૧૦

પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે...

પાણીપુરી

#લીલી
#ઇબુક૧
#પોસ્ટ૧૦

પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તીખુ પાણી માટે:
  2. ૧ વાટકી કોથમીર
  3. ૧/૨ વાટકી ફુદીનો
  4. ૫-૬ લીલા મરચા
  5. નાનો ટુકડો આદુ
  6. ૧ ચમચી સંચળ
  7. ૨ મોટી ચમચી પાણીપુરી નો મસાલો
  8. મીઠુ સ્વાદમુજબ
  9. ૧/૨ ચમચી મરી પાઉડર
  10. બટાકા નું સ્ટફિંગ:
  11. ૬ નંગ બાફેલા બટાકા નો માવો
  12. ૧ ચમચી પાણીપુરી નો મસાલો
  13. ૧/૨ ચમચી સંચળ
  14. મીઠુ સ્વાદમુજબ
  15. ચણા નું સ્ટફિંગ
  16. ૨૫૦ ગ્રામ બાફેલા ચણા
  17. ૧ ચમચી સંચળ
  18. ૧ ચમચી પાણીપુરી નો મસાલો
  19. પાણીપુરી નું પૂરણ:
  20. ૧૦૦ નંગ પુરી
  21. તીખુ પાણી
  22. ૪ નંગ ઝીણા સમારેલા કાંદા
  23. ૨૫૦ ગ્રામ સેવ
  24. ખજૂર આમલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર અને ફુદીના ને સમારી ને ધોઈ લેવા મિક્સર જાર માં લઈ મરચા અને આદુ નાખી ૧/૨ કપ પાણી નાખી પીસી લેવું

  2. 2

    હવે આ પેસ્ટ ને ચાળણી થી ચાળી લેવુ

  3. 3

    ૫૦૦ મિલિ પાણી ઉમેરવું અને બધો મસાલો કરી દેવુ

  4. 4

    છેલ્લે લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું

  5. 5

    ચણા અને બટાકા માં પણ મસાલો કરી બરાબર મિક્ષ કરી લેવું

  6. 6

    પુરી માં કાણુ કરી બટાકા કાંદા અને ચણા નું સ્ટફિંગ ભરી દેવું મીઠી ચટણી ભરી તીખું પાણી ભરવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes