ઘટકો

  1. 3 કપચોખા
  2. 1 કપઅડદ ની દાળ
  3. 4-5મેથી ના દાણા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીખાવાનો સોડા
  6. 1 કપદહીં
  7. 2 ચમચીતેલ
  8. 1 ચમચીરાઇ
  9. 1 ચમચીજીરું
  10. 5-7પતા લીંબડો
  11. કોથમીર સજવામાટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા ચોખા ને અડદ ને દાળ ને ધોય ને અલગ અલગ પલાળી ને રાખી દો

  2. 2

    હવે મેથી ને પણ પલાળી દો

  3. 3

    એક મિક્સચર જાર માં ચોખા ને દાળ પીસી લો તેમાં પીસતી વખતે મેથી પણ નાખી દો

  4. 4

    હવે તેમાં દહીં નાખી ને આથો આવવા માટે રાખી દો 5 થી 7 કલાક રહેવા દો

  5. 5

    હવે ખીરા માં મીઠું ને ખાવાનો સોડા નાખી ને ફીણી લો

  6. 6

    હવે ઢોક્લિયા માં ગરમ પાણી મૂકી ને થાળી માં તેલ લગાવી ને ખિરું પાથરી ને ઈડદા મૂકી ને 5 મિનિટ થવા દો

  7. 7

    હવે તેને ચપુ થી ચેક કરી લો પછી જો ન ચોંટે તો થઈ ગયા સમજવું

  8. 8

    હવે તેને ઠંડા થવા દો પછી તેમાં કાપા પાડી ને કટકા કરીને ને એક વાસણ માં લઈ લો

  9. 9

    એક વઘારીયા માં તેલ ગરમ કરી ને તેમાં રાઈ જિરું ને લીમડો નાંખી ને વઘાર કરો તેવઘાર ને ઈ દડાં પર નાખી ને કોથમીરથી ગાર્નીશ કરી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

Similar Recipes