રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દુધ ને નવસેકુ કરી તેમાં 2 ચમચી ઘી ઊમેરી મિક્સ કરી લો.
- 2
હવે એક બાઉલમાં અડદ નો લોટ લો અને તેમા દુધ અને ઘી નુ મિશ્રણ ઊમેરો અને એકસરખું હાથેથી મીકસ કરી લો.
- 3
હવે તેને ચાળણી વડે ચાળી લો.
- 4
હવે એલચી, તજ, લવિંગ, જાવંત્રી ને મિક્સરમાં પીસી લો અને તેને એક વાટકી મા લઈ સુંઠ પાવડર તેમા ઊમેરી ને મીકસ કરી લો. અડદીયા નો મસાલો તૈયાર છે.
- 5
કાજુ અને બદામ ના નાના નાના ટુકડા કરી લો.
- 6
હવે એક કડાઈમાં થોડુ ઘી ગરમ કરો અને તેમાં કાજુ અને બદામ ને બદામી રંગ ના સાંતળી એક ડીશમાં કાઢી લો. અને એજ ઘી માં ગુંદ ને પણ તળી લો અને ડીશમાં કાઢી લો.
- 7
હવે એજ કડાઈમાં બાકી નુ ઘી ઊમેરો અને થોડૂ ગરમ થાય એટલે તેમાં અડદ નો લોટ ઊમેરો અને બદામી થાય ત્યાં સુધી સેકી લો. હવે ગેસ પર થી ઉતારી લો.
- 8
હવે તેમાં તળેલા કાજુ અને બદામ તથા ગુંદ ઊમેરો. અને સાથે અડદીયા નો મસાલો પણ ઊમેરો અને મિક્સ કરી લો. અને ઠંડુ થવા રાખી દો.
- 9
હવે ગેસ ચાલુ કરી એક તપેલીમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડુબે એટલું પાણી ઊમેરો અને ડોઢ તાર ની ચાસણી થાય ત્યાં સુધી હલાવો અને પછી ગેસ બંધ કરી ચાસણી ઉતારી લો.
- 10
હવે તૈયાર કરેલા અડદીયા ના મિશ્રણ મા ચાસણી ઊમેરો અને મિક્સ કરી લો.
- 11
હવે હાથેથી નાના નાના અડદીયા વાળી લો અને થાળી મા રાખતા જાવ.
- 12
અડદીયા ઠંડા પડે એટલે ડબ્બા મા ભરી લો. તો તૈયાર છે અડદીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
-
-
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદીયા(Adadiya recipe in Gujarati)
#winterspecial#adadiyaશિયાળામાં સૌરાષ્ટ્ર મા કોઈ ઘર એવુ નહી હોય કે અડદીયા ના બનાવ્યા હોય મે ચાસણી લઈને અને કાચી ખાંડ ના મગસ બનાવી એ એવી રીતે બંને બનાવ્યા છે Bhavna Odedra -
ખજૂર કેક (પાક)
#ફ્યુઝન#ઇબુક૧#૧૧ શિયાળા માં ખજૂર અને વસાણાં એ હેલ્થ માટે ખુબજ સારો છે પણ બાળકો તે ખાતા નથી, તેથી મેં તેમાં વસાણાં ની સાથે કોકો પાવડર અને ચોકો ચિપ્સ નો ઉપયોગ કરી ને ખજૂર પાક બનાવ્યો છે.અને તેને કેક ની જેમ ગાર્નીશ કરી છે.જે જોઈ ને બાળકો ને ખાવા નું મન થાય. Yamuna H Javani -
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
More Recipes
ટિપ્પણીઓ