ઘટકો

3 -4 વ્યક્તિ
  1. 2મોટા ઓરા ના રીંગણાં
  2. 200ગ્રામ લીલી ડુંગળી ઝીણી સમારેલી
  3. 2ચમચી લાલ મરચું પાવડર
  4. 1/2ચમચી હળદર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 2મોટા જીણા સમારેલા ટમેટાં
  7. 🎀વઘાર માટે
  8. 2મોટા ચમચા તેલ
  9. 1ચમચી રાય
  10. 1/2ચમચી જીરું
  11. પા ચમચી હિંગ
  12. 1લીલું મરચું ઝીણું સમારેલું
  13. 3ચમચી આદું-લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને ધોઈ સાફ કરી તેની ઉપર તેલ લગાડી તેને વચ્ચે કાપો પાડી ગેસ પર શેકવા મુકો.

  2. 2

    શેકાઈ ગયા બાદ તેની છાલ કાઢી તેનો માવો તૈયાર કરો.

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું,હિંગ,લીલું મરચું અને આદુ -લસણ ની પેસ્ટ નાખી વઘાર કરવો.

  4. 4

    હવે તેમાં સમારેલા ટમેટા નાખી 2 મિનિટ ચડવા દો.પછી લીલી ડુંગળી નાખી બધા મસાલા નાખી મિક્સ કરી ફરી 2-3 મિનિટ સાંતળો.

  5. 5

    હવે તેમાં રીંગણાં નો માવો નાખી મિક્સ કરી 3-4 મિનિટ ધીમા તાપે થવા દો.પછી ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે આપણો રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes