મુખવાસ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટમાં સૂપથી શરૂ કરીને ડેઝર્ટ સુધીનાં બધા વ્યંજનો આરોગ્યા, જાણે આખો કુકપેડ પરિવાર સાથે આ ભોજનની લિજ્જત માણતો હોય તેવી અનુભૂતિ થઈ. હવે આવે છે મુખવાસ. જે ભોજન પછી પાચક સહાયક કે મોં ફ્રેશ કરવા માઉથ ફ્રેશનર રૂપે સર્વ કરવામાં આવે છે. પહેલાનાં સમયમાં રેસ્ટોરન્ટમાં કાચી વરિયાળી અને ખાંડ મુખવાસ તરીકે પીરસવામાં આવતી. અત્યારનાં સમયમાં સુગરકોટેડ ઈજમેન્ટ અને કાથાવાળી વરિયાળી સર્વ થાય છે. આ સિવાય રેગ્યુલર મુખવાસમાં આપણે તલ, ધાણાદાળ, પાન તથા વિવિધ પ્રકારની ચૂરણગોળીઓ ખાતા હોઈએ છીએ. મુખવાસની સાથે રેસ્ટોરન્ટવાળાનો પ્રેમપત્ર એટલે કે બીલ લેધર કવરમાં ટેબલ પર મૂકવામાં આવે છે. તો આજે હું રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટની મારી રેસિપી13 પોસ્ટ કરું છું. જેમાં મેં રેસ્ટોરન્ટની જૂની સ્ટાઈલ પ્રમાણે કાચી વરિયાળી, ખાંડ તથા મસાલાવાળા મગજતરી અને કેરીની ગોટલી સાથે ટૂથપીક સર્વ કરી છે. દાંતમાં કંઈક ભરાઈ ગયું હોય તો ટૂથપીક વડે ખોતરી કાઢજો 😉 તેની સાથે Something special for you બુક દેખાય છે તેમાં રેસ્ટોરન્ટનું પ્રેમપત્ર એટલે બીલ મૂકેલ છે. તો જેને પણ મારી રેસિપી ગમી હોય અને મજા આવી હોય તે મને કેશ, પેટીએમ, ફોનપે, ગૂગલપે, ડિમાન્ડ દ્રાફ્ટ, ચેક કે RTGS દ્વારા બિલ પેમેન્ટ કરી શકે છે. 😂

આ મુખવાસની રેસિપી સાથે રેસ્ટોરન્ટ કોનટેસ્ટને અહીંયા વિરામ આપું છું.

કુકપેડ ટીમ તથા દરેક મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર 🙏🙂

મુખવાસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ
  1. ૩ ચમચી કાચી વરિયાળી
  2. ૩ ચમચી ખાંડ
  3. ૩ ચમચી મગજતરી
  4. ૩ ચમચી કેરીની ગોટલી
  5. જરૂર મુજબ મીઠું
  6. જરૂર મુજબ હળદર
  7. જરૂર મુજબ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સર્વિંગ પ્લેટમાં કાચી વરિયાળી તથા ખાંડ સર્વ કરો.

  2. 2

    મસાલા મગજતરી બનાવવા માટે મગજતરી પર જરૂર મુજબ લીંબુ, મીઠું અને હળદર ચડાવી તડકે એક દિવસ માટે સૂકવો. ત્યારબાદ તેને કઢાઈમાં ધીમી આંચે ડાઘ ન પડે તે રીતે શેકી લેવા. મસાલા મગજતરી તૈયાર.

  3. 3

    કેરીની ગોટલી બનાવવા માટે કેરીનાં ગોટલાને ૧૫ દિવસ તડકે સૂકવીને પછી તેને ફોડીને ઉપરનું પડ અલગ કરો. તેમાંથી ગોટલી નીકળે તેને ખાટા પાણીમાં બોળી રાખી સરખી ધોઈને પછી મીઠું અને પાણી ઉમેરીને કૂકરમાં બાફો. ત્યારબાદ સમારીને તેને તડકે સૂકવી દો. ગોટલીનો મુખવાસ તૈયાર. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes