ટોમેટો સાબુદાણા ની વેફર

Varsha Thakor
Varsha Thakor @cook_20375129
શેર કરો

ઘટકો

  1. 1 કિલોટામેટા
  2. 500 ગ્રામસાબુદાણા
  3. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલામાં સાબુદાણા લઈ પાણી ઉમેરી આખી રાત પલાળો.

  2. 2

    બીજે દિવસે સાબુદાણા એકદમ સરસ પલળી જશે ત્યારબાદ એક તપેલામાં તેલ લગાવી પલાળેલા સાબુદાણા નાખો. પલાળતી વખતે પાણી થોડું વધારે નાખવું જેથી બીજે દિવસે સાબુદાણા ગરમ કરતી વખતે ચીકણા બને. હવે સાબુદાણાને ગેસ ઉપર ઉકરવા માટે મૂકો.

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો અને ટામેટાંને મિક્સરમાં ક્રશ કરી તેને ગાળી મિક્સ કરો. જો આ વેફરને મશીનમાં કરવી હોય તો થોડું વધારે ઉકાળવું નહીંતર થોડું ઘટ્ટ કરી ચમચા વડે પણ વેફર પાડી શકાય છે. તૈયાર થયેલા મિશ્રણને એક પ્લાસ્ટિક ઉપર ચમચા વડે વેફર પાડો. અને તેને એક દિવસ માટે સૂકાવા દો.

  4. 4

    આ વેફરને આખું વરસ સ્ટોર કરી શકાય છે અને આ ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Thakor
Varsha Thakor @cook_20375129
પર

ટિપ્પણીઓ

Similar Recipes