વેજ બિરયાની અને ટામેટા સુપ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

# લંચ,,,,,,,,,, આજે હું તમારી સાથે વેજ બિરયાની અને ટામેટાના સૂપની રેસિપી શેર કરીશ અને આમ જોઈએ તો સાંજના ભોજનમાં મને થોડું spicy ખાવાની ટેવ છે તો આજે મસ્ત સ્પાઈસી રેસીપી ની મજા માણો... 😋😋🥵

વેજ બિરયાની અને ટામેટા સુપ

# લંચ,,,,,,,,,, આજે હું તમારી સાથે વેજ બિરયાની અને ટામેટાના સૂપની રેસિપી શેર કરીશ અને આમ જોઈએ તો સાંજના ભોજનમાં મને થોડું spicy ખાવાની ટેવ છે તો આજે મસ્ત સ્પાઈસી રેસીપી ની મજા માણો... 😋😋🥵

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

..
  1. વેજ બિરયાની બનાવવા માટે-----
  2. 1વાટકી બ્રાઉન rice
  3. જરૂર મુજબ બાફવા માટે પાણી
  4. 1વેજ બિરયાની પેકેટ
  5. બેથી ત્રણ ચમચી દહીં
  6. બિરયાની ને ગાર્નીશિંગ કરવા માટે-
  7. 2-3કાજુ તળેલા
  8. ચાર-પાંચ કિસમિસ તળેલી
  9. ૧ ચમચો લીલા વટાણા
  10. ટમેટો સૂપ બનાવવા માટે-----
  11. ચારથી પાંચ ટમેટા
  12. ૧ નાનો ટુકડો આદુ
  13. વઘાર માટે-----
  14. બેથી ત્રણ ચમચી ઘી
  15. ૪ થી ૫ લીમડા ના પાન
  16. સૂકું લાલ મરચું
  17. 2 ચમચીગોળ
  18. ગાર્નીશિંગ કરવા માટે------
  19. પા ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પ્રમાણસર ચોખા લો પછી તેને પાણીથી સરખી રીતે ધોઈ લો અને કુકર મા 5 city લઈ લો

  2. 2

    વેજ બિરયાની નું પેકેટ લો તેની એક બાઉલમાં કાઢો પછી તેમાં બેથી ત્રણ ચમચી દહીં ઉમેરો અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો, પછી એક લોયામાં ઘી મૂકી વટાણાને સાંતળી લો સાથે કાજુ અને કિસમિસ ને પણ સાંતળી લો પછી તેને બહાર કાઢી લો

  3. 3

    પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો પછી માં જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને ચડવા દો પાંચ મિનિટ માટે

  4. 4

    બાફેલા બ્રાઉન રાઈસ ઉમેરો અને તેને સરખી રીતે મિક્ષ કરી લો તો તૈયાર છે તમારી બિરયાની હવે આપણે સૂપ બનાવીશું

  5. 5

    ચારથી પાંચ ટમેટા લઈ તેને પાણીથી સરખી રીતે ધોઈ લો પછી તેના કટકા કરી લો આદુ નો કટકો નાખો અને તેને સાથે કૂકરમાં ૫ સીટી સાથે બાફી લો પછી તને હેન્ડ મિક્સરમાંક્રશ કરી લો એક તપેલીમાં ઘી સૂકું લાલ મરચું તમાલપત્ર અને હિંગ ઉમેરી વઘાર કરો

  6. 6

    ક્રશ કરેલું સુપ ઉમેરી દો અને તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો પછી ગોળ ઉમેરો અને પાંચ મિનિટ માટે ઉકળવા દો

  7. 7

    પાપડ ધીમા ગેસ પર શેકી લો

  8. 8

    આ રીતે સર્વિંગ પ્લેટમાં એક બાઉલમાં બિરયાની ઉમેરો પછી તેને પ્લેટમાં વાટકો ઊંધો વાળી તો એટલે સરસ ડિઝાઇન તૈયાર થશે તળેલા કાજુ ને મનપસંદ ડિઝાઇન આપો પછી બીજા બાઉલમાં સુપ ભરી લો

  9. 9

    સાથે શેકેલો પાપડ અને ચમચી મૂકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes