વેજ બિરયાની મિક્સ (Veg Biryani Mix Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#GA4
#Week16
અત્યારના આ કોરોના કાળ અને ન્યૂ યરને સેલિબ્રેટ કરવા માટે આપણે સેલિબ્રેટ કરવા માટે હોટેલમાં જઈ શકતા નથી તો તેને બદલે આ રીતે વેજ બિરયાની મિક્સ બનાવીને ઘરના લોકોને ખુશ કરી શકાય છે.
અને હા આ બિરયાની એટલી સરસ થાય છે કે હોટેલના સ્વાદ પાસે પણ આ બિરયાની ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે.. કેમકે મેં આમાં વઘારમાં તેલ ના બદલે ઘી નો ઉપયોગ કર્યો છે જેથી તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અને સ્વાદની દૃષ્ટિએ ખુબજ મજેદાર લાગે છે...
તો ચાલો આપણે સૌ જોઈ લઇ તેની રેસિપી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
ત્રણ લોકો માટે
  1. - વેજ બિરયાની મિક્સ બનાવવા માટે---
  2. 1 નાની વાટકીbrown rice
  3. * વેજિટેબલ્સ માટે
  4. 1બાફેલુ બટાકુ
  5. ૨ નંગગાજર
  6. 1/2વાટકી લીલા વટાણા
  7. 2 નંગલીલી ડુંગળી
  8. *** વઘાર કરવા માટે****
  9. 3 મોટી ચમચીઘી
  10. 1 મોટી ચમચીજીરૂ
  11. સ્વાદ મુજબ મીઠું
  12. ચપટીહિંગ
  13. બાફેલા વટાણા
  14. 15 ગ્રામલીલું લસણ ઝીણું સમારેલું
  15. ૨ નંગગાજર, ધોઈ, છાલ ઉતારી,ઝીણા સમારેલા
  16. -- પરોઠા બનાવવા માટે
  17. 2 મોટા ચમચાઘઉંનો લોટ
  18. 1/2ચમચી જીરૂ
  19. સ્વાદ મુજબ મીઠું
  20. ચપટીહિંગ
  21. શેકવા માટે જરૂર મુજબ ઘી
  22. ---- ગાર્નીશિંગ માટે----
  23. ટમેટો કેચપ જરૂર મુજબ
  24. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ સુહાના વેજ બિરયાની નો પેકેટ લઇ લો.... ત્યારબાદ એક પ્લેટમાં ગાજર, લીલા વટાણા, બટાકા, brown rice, લીલી ડુંગળી લઈ લો... ત્યારબાદ તપેલીમાં લઇ તેને બે વાર પાણીથી ધોઈ લો.....

  2. 2

    ત્યારબાદ વટાણાને કાળાં વાળા વાટકામાં રાખી પાણીથી ધોઈ લો, બટાકાના ધોઈ છાલ ઉતારી કટ કરી લો., અને કુકરમાં 6 city લઈ લો.... ત્યારબાદ પરોઠાનો લોટ બાંધવા માટે કથરોટમાં લોટ લઇ તેમાં મીઠું, જીરૂ,હિંગ, તેલ ઉમેરો અને જરૂર મુજબ પાણી થી લોટ બાંધી લો.... પછી તેને 5 મીનિટ ટેસ્ટ આપી તેના નાના લુઆ બનાવી લો......

  3. 3

    ત્યારબાદ એક લુવા માંથી નાની રોટલી વણી તેના પર ઘી લગાવી.... અનેપછી થોડું અટામણ ભભરાવી..... બંને કિનાર ભેગી કરી લો અને ફરી બંને કિનાર ભેગી કરી લો.. 🔺 આકાર આવશે...

  4. 4

    પછી તેને શેપ પ્રમાણે વણી લો..., નોનસ્ટિક તવા પર ઘી લગાવી બંને બાજુ થી બદામી રંગના શેકી લો........

  5. 5

    ત્યારબાદ brown rice ને ચારણીમાં કાઢી લો.... અને વઘાર કરવા માટેની બધી સામગ્રી એક પ્લેટમાં તૈયાર કરી લો.... ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરી....

  6. 6

    તેમાં સમારેલા બધા શાકભાજી ઉમેરી દો..... ત્યારબાદ બાફેલા brown rice, હળદર, મીઠું ઊમેરો...... ત્યારબાદ સુહાના વેજ બિરયાની નો પેકેટ એક બાઉલમાં લઈ અડધો ગ્લાસ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો....

  7. 7

    ત્યારબાદ તે પેસ્ટને brown rice માં ઉમેરી દો., બાફેલા વટાણા પણ ઉમેરી દો.... પછી બધુ સરખી રીતે મિક્સ કરી લો... પછી તેમાં બાફેલા બટાકાના કટકા ઉમેરો....

  8. 8

    ત્યારબાદ બધુ સર્વિંગ પ્લેટમાં લઈ લો અનેકોથમીર, ટોમેટો કેચપ થી ગરમાગરમ સર્વ કરો.....🤩🤩🤩🤩

  9. 9

    😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes