શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 100 ગ્રામઘઉંનો લોટ
  2. સો ગ્રામ સોજી
  3. અઢીસો બટેટા
  4. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  5. અડધી ચમચી ધાણાજીરૂ
  6. ચપટીહળદર
  7. 1વાટકી ધાણાભાજી
  8. 1વાટકી બાફેલા દેશી ચણા
  9. 1વાટકી સેવ
  10. 1ડુંગળી
  11. 1 ચમચીચાટ મસાલો
  12. ધાણાભાજી
  13. ફુદીનો
  14. 1આદુનો ટુકડો
  15. લીંબુ
  16. 1 ચમચીસંચળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા પુરી બનાવવા માટે ઘઉંનો લોટ અને સોજી એક વાસણમાં મિક્સ કરો તેમાં સ્વાદાનુસાર મીઠું નાખો અને પાણી નાખીને લોટ બાંધો લોટને ભીનું કપડું ઢાંકીને 15 મિનિટ માટે રાખો પછી તેમાંથી લોટની રોટલી વણો અને પૂરી કટ કરો નાની

  2. 2

    પૂરીને કોટનના ભીના કપડામાં રાખો એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો તેમાં પૂરીને તળી લો તૈયાર છે પાણીપુરી ની પુરી

  3. 3

    હવે બટેટાને બાફી લો બફાઈ ગયા બાદ તેને છાલ ઉતારીને તેને મેશ કરી લો હવે તેમા વા માં બાફેલા ચણા ધાણાભાજી મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદર ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરો હવે પુરી નો માવો તૈયાર છે

  4. 4

    પાણીપુરી નું પાણી બનાવવા માટે એક મિસ્ટર જારમા આદુ મરચાં કાલા નમક નમક ધાણાભાજી ફુદીનો ૧ લીંબુ નીચોવો આ બધી વસ્તુને મિક્સ કરી ચટણી તૈયાર કરો પાણીપુરી નું પાણી તૈયાર છે ડુંગળીનો નાખવી હોય તો ચાલે હવે એક ડીશમાં પુરી લો તેની અંદર બટેટાનો માવો ભરો તેની ઉપર ડુંગળી સેવ બાફેલા ચણા ધાણાભાજી નાખો અને ઠંડા ઠંડા પાણી સાથે પાણીપુરી ખાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950
પર

ટિપ્પણીઓ

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
Jagruti parmar ની રેસિપી મુજબ પાણી પૂરી બનાવી તે ખૂબ જ સરસ બની

Similar Recipes