દાળ વડા

Hetal Shah
Hetal Shah @cook_19708734
India Gujarati

ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ દાળવડા ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ.દાળવડા ને તમે ડુંગળી અને તળેલા લીલા મરચાં અને ચા સાથે સર્વે કરી શકો છો .આ રેસીપી માં ખાવાનો સોડા નો યુઝ બિલકુલ નથી કર્યો .

દાળ વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ દાળવડા ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ.દાળવડા ને તમે ડુંગળી અને તળેલા લીલા મરચાં અને ચા સાથે સર્વે કરી શકો છો .આ રેસીપી માં ખાવાનો સોડા નો યુઝ બિલકુલ નથી કર્યો .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1&1/2 કપ મગ ની પીળી દાળ
  2. 3લીલા મરચાં
  3. 1ટેબલે સ્પૂન આદુ વાટેલું
  4. 8-10લસણ ની કળી (ઓપ્શનલ)
  5. 1મેડિયમ સાઇઝ ડુંગળી સમારેલી (ઓપ્શનલ)
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 2ટેબલે સ્પૂન ધાણા
  8. 7-8લીમડા ના પાન સમારેલા
  9. તેલ તળવા માટે
  10. ઓનિઓન કટ કરેલી સર્વ કરવા માટે
  11. લીલા મરચાં તળેલા સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મગ ની દાળ ને પાણી થી 2-3 વાર ધોઈ નાખો પછી તેમાં દાળ ડૂબે તેના કરતા થોડું વધારે પાણી નાખો અને દાળ ને ઢાંકી ને 6 કલાક માટે પલાળવા મૂકી દો

  2. 2

    હવે એક મિક્સર જાર માં લીલા મરચા,આદુ,લસણ,લીમડા ના પાન અને પલાળેલી મગ ની દાળ બિલકુલ પાણી ના આવે એ રીત ના નાખો અને તેને કરકરું પીસી લો હવે તેને એક વાસણ માં કાઢી લો અને 3 થી 4 મિનિટ માટે ચમચા થી મિક્સ કરો તેના થી ખીરું હલકું પડશે અને ફૂલી જશે દાળ વડા તેના થી સોફ્ટ બનશે ખાવાના સોડા નાખ્યા વગર હવે તેમાં ધાણા અને ડુંગળી અને મીઠું નાખો અને ફરી 2 મિનિટ સુધી મિક્સ કરો જયારે વડા તળો ત્યારે જ ડુંગળી અને મીઠું નાખો નઈ તો તેમાં થી પાણી નીકળશે અને ખીરું ઢીલું થઇ જશે હવે ખીરું રેડી છે વડા બનાવવા માટે

  3. 3

    ગેસ પર એક પેન માં તેલ ગરમ કરવા માટે મુકો મેડીઅમ ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે વડા તળી લો અને વડા ગોલ્ડન લાઈટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો મેડીઅમ ગેસ પર તેને થતા 3 થી 4 મિનિટ થશે થઇ જાય એટલે તેને ગરમ ગરમ ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કરો

  4. 4

    તમારે વધારે ક્રિસ્પી દાળવડા બનાવવા હોય તો 2 ચમચી દાળ કદી લો પિસ્તા પહેલા મિક્સર માં અને પછી ખીરા માં વડા બનાવતા પહેલા એડ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_19708734
પર
India Gujarati
હું યુ ટ્યુબ કન્ટેન્ટ સર્જક તરીકે કામ કરું છું. મારી પાસે મારી પોતાની રસોઈ ચેનલ છે. ચેનલનું નામ હેતલનું કિચન અને જીવનશૈલી છે.https://www.youtube.com/HetalsKitchenandLifestyle
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes