પિંડી છોલે - ભટુરે (Pindi Chhole With Bhature Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#ડિનર
આજે મે authenti પિંડી છોલે બનાવિયું છે. એની મેથડ થોડી અલગ છે રેગ્યુલર છોલે મસાલાથી. આ થોડા ટેંગી હોય છે.

પિંડી છોલે - ભટુરે (Pindi Chhole With Bhature Recipe In Gujarati)

#ડિનર
આજે મે authenti પિંડી છોલે બનાવિયું છે. એની મેથડ થોડી અલગ છે રેગ્યુલર છોલે મસાલાથી. આ થોડા ટેંગી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિની
૩-૪
  1. ૧કપ પલાળેલા છોલે
  2. એની સાથે ૧ટે. ચણા દાળ લેવી
  3. 2ટી બેગ
  4. ૧મોટો એલચો, ૩ નાની ઇલાયચી, ૧ તજ નો ટુકડો,૩-૪ લવાંગ એની પોટલી બાંધી લેવી
  5. 2ટામેટાં લાંબી સ્લાઈસ માં કાપેલા
  6. 2કાંદા ઝીણાં સમારેલાં
  7. 2તમાલપત્ર
  8. 1 મોટી ચમચીલસણ ની પેસ્ટ
  9. 1 ચમચીમરચા ની પેસ્ટ
  10. 1 ચમચીઅનારદા ના પાઉડર
  11. 1 ચમચીશેકેલા જીરું નો પાઉડર
  12. 1આદું ની લાંબી સ્લાઈસ
  13. 1 ચમચીઆમચૂર પાઉડર
  14. ૩ચમચી છોલે મસાલા પાઉડર
  15. 1 ચમચીલાલ મરચું પાઉડર
  16. ૧ચમચી ધાણજીરૂ પાઉડર
  17. ચપટીહળદર
  18. ૧નાની ચમચી અજમો વઘાર માં નાખવા
  19. 1 ચમચીકસૂરી મેથી
  20. 2 મોટી ચમચીતેલ
  21. 2 મોટી ચમચીઘી
  22. લીલાં ધાણા
  23. ૨-૩ લીલા મરચાં ની લાંબી સ્લાઈસ
  24. મીઠું સ્વાદાનુસાર
  25. ભટુરે માટે *
  26. 1 કપઘઉંનો લોટ
  27. ૧/૪ કપ મેંદો
  28. ચપટીમીઠું
  29. 1 ચમચીદહીં અને મલાઈ
  30. 1 મોટી ચમચીતેલ
  31. 1 ચમચીઘી
  32. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિની
  1. 1

    પલાળેલા છોલે અને ચણા ની દાળ ને કૂકર માં લઇ ema ટી બેગ અને ખડા મસાલા ની પોટલી મૂકવી.મીઠું નાખી બરાબર બાફી લેવા. એમાં થી ટી બેગ અને મસાલા ની પોટલી કાઢી લેવી. પાણી માં થી છોલે ને કાઢી ને પેન માં લેવા.

  2. 2

    છોલે વાલા પેન માં બધા સૂકા મસાલા ના પાઉડર નાખી દેવા.મરચાં ને આદું કાપેલા નાંખવા. બીજા પેન માં તેલ ઘી લઈ તમાલપત્ર નાખી અજમા નો વઘાર કરી અંદર લસણ ની પેસ્ટ મરચાં ની પેસ્ટ નાખી કાંદો નાખી બરાબર સાંતળવા દેવું.થોડો કલર બદલાઇ એટલે છોલે માં નાંખી દેવું. એમાં બાફેલું પાણી નાખી દેવું.થોડું મેશ કરી લેવું.મીઠું સ્વાદાનુસાર નાખી ઢાંકણ ઢાંકી ધીમે તાપે થવા દેવું.ઉપર તેલ ઘી આવી જાય ત્યાં સુધી થવા દેવું.

  3. 3

    ભતુરે ની સામગ્રી મિક્સ કરી પરાઠા કરતા થોડો કઠણ લોટ બાંધવો. થોડી વાર રેસ્ટ આપી પછી પૂરી કરતા થોડા મોટા વની તળી લેવા. કાંદા ની સ્લાઈસ તળેલા મરચાં ની સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ (3)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પિન્ડી છોલે ની સરસ રેસીપી છે આભાર

Similar Recipes