જીની રોલ ઢોસા

kinjal mehta
kinjal mehta @cook_20923780
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ... સાંભાર માટે..
  2. 1 વાટકીતુવેરની દાળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. 2બારીક સમારેલા લીલા મરચા
  6. અડધી ચમચી આદુની પેસ્ટ
  7. 1 ચમચીહળદર
  8. અડધી ચમચી લાલ મરચું
  9. 1 ચમચીગોળ
  10. તેલ
  11. 1 ચમચીરાઈ
  12. 1 ચમચીજીરૂ
  13. ચપટીહિંગ
  14. 2 નંગલવિંગ
  15. 1બારીક સમારેલી ડુંગળી
  16. 1સરગવાની સિંગ ના કટકા
  17. 1રીંગણું બારીક સમારેલું
  18. 1નાનું બટેટુ બારીક સમારેલું
  19. 1 ચમચીબારીક સમારેલી દુધી
  20. અડધી વાટકી સીંગદાણા
  21. 1 ચમચીલીંબુનો રસ
  22. 1 ચમચીસાંભાર મસાલો
  23. ... ઢોસા માટે..
  24. 3 વાટકીચોખા
  25. 1 વાટકીઅડદની દાળ
  26. અડધી વાટકી છાશ
  27. મીઠું સ્વાદ અનુસાર
  28. ચપટીસાજીના ફૂલ
  29. ... જીની રોલ માટે..
  30. 1 વાટકીબારીક સમારેલી કોબી
  31. 1 વાટકીકેપસીકમ મરચા સુધારેલા
  32. 1 વાટકીબારીક સમારેલી ડુંગળી
  33. 2ચીઝ ક્યુબ
  34. 1 ચમચીપાંઉભાજી મસાલો
  35. 2 ચમચીસેઝવાન સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી તુવેરની દાળ લઈ તેને કુકરમાં સાત સીટી વગાડીને બાફીશું. અને દાળને બ્લેન્ડરથી એકરસ કરીશું. તેમાં હળદર મીઠું ગોળ આદુ-મરચાની પેસ્ટ ઉમેરી અને દાળ ઉકળવા દો અને તેમાં એક ચમચી સાંભાર મસાલો ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં દુધી, રીંગણા, બટેટા બારીક સમારેલા તથા સીંગદાણા અને સરગવાની સીંગ ઉમેરો. અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. દાળ ઉકળવા માંડે ત્યારે એક તપેલીમાં એક ચમચી તેલ મૂકી રાઈ જીરું તથા હિંગથી વઘાર કરીશું અને તેમાં બારીક સુધારેલી ડુંગળી સાંતળી.

  3. 3

    તો તૈયાર છે આપણો સાંભાર.

  4. 4

    ઢોસા બનાવવા માટે ૩ વાટકી ચોખા તથા એક વાટકી અડદની દાળને રાત્રે પલાળી દેવી. સવારે તેને ૧ વાટકી છાશ માં કર કરે એવી રીતે પીસી લેવી જેથી કરીને આથો સરસ આવી જાય.

  5. 5

    ત્યારબાદ જીની રોલ બનાવવા માટે આપણે એક વાટકી બારીક સમારેલી કોબી ડુંગળી તથા કેપસીકમ મરચા લો અને બે ચમચી સેઝવાન સોસ તથા એક ચમચી પાવ ભાજી મસાલો લેશું. ત્યારબાદ જ્યારે ઢોસા બનાવવા હોય તેની થોડી વાર પહેલા તૈયાર થયેલા ખીરામાં એક ચમચી મીઠું તથા ચપટી સાજીના ફૂલ ઉમેર્યું. અને હવે લોઢીની તવી ઉપર તેલ પાણી લગાવીને ખીરુ પાથરશું. ત્યારબાદ તેમાં સેઝવાન સોસ તથા પાવભાજીનો મસાલો લગાવશો

  6. 6

    ઢોસો જ્યારે ઉતરવા માંડે ત્યારે તેની ઉપર કોબી ડુંગળી તથા મરચાં છાંટીશું. પાંચેક મિનીટ તેને ગેસ ઉપર શેકવા દેશો ત્યારબાદ તેનો રોલ બનાવશો

  7. 7

    રોલ બનાવ્યા બાદ તેના સરખા ભાગ કરી શું અને તેની ઉપર ચીઝ શું ખમણ છાંટી શું. તો તૈયાર છે આપણે મસ્ત મજાનો જીની રોલ ઢોસો. તેને આપણે ગરમ સાંભાર તથા રેડ ચિલ્લી ચટણી સાથે અને છાશ સાથે માણીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

ટિપ્પણીઓ

Similar Recipes