રીંગણા નો ઓરો

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta
શેર કરો

ઘટકો

  1. 3 નંગગુલાબી રીંગણ
  2. 2 નંગડુંગળી
  3. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  4. 1 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  5. 2 નંગટામેટા
  6. મીઠુ સ્વાદાનુસાર
  7. ૧ટી સ્પૂન હળદર પાવડર
  8. 2 ટી સ્પૂનમરચા પાવડર
  9. 1 ટી સ્પૂનગરમ મસાલો
  10. ૧/૨ કપ સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને વચ્ચે ચેકો મૂકી ને તેલ લગાવી ગેસ પર શેકવા મૂકો શેકાય ગયા બાદ તેને એક ડિશમાં મૂકો

  2. 2

    હવે ડુંગળી અને ટામેટા ને સમારી લો ત્યારબાદ એક તપેલી માં તેલ મૂકી ગેસ પર મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલ ડુંગળી અને ટામેટા નાખો હવે તેને થોડી વાર સાંતળોત્યારબાદ તેમાં હળદર તથા મરચા પાવડર નાખી સાંતળો

  3. 3

    ત્યારબાદ તેમાં લસણ તથા આદુ મરચાની પેસ્ટ નાખો હવે તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ચડવા દો

  4. 4

    તેલ છૂટું પડે એટલે તેમાં શેકેલા રીંગણની છાલ ઉતારી ને છુંદો કરેલ રીંગણ તેમાં નાખો

  5. 5

    ત્યારબાદ તેમાં મીઠુ સ્વાદઅનુસાર નાખી સરખી રીતે મિક્સ કરો અને પછી ધીમા તાપે ચડવા દો હવે તેમાં ગરમ મસાલો ઉમેરી ગેસ પરથી ઉતારી લો ત્યારબાદ તેમાં સમારેલ કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes