અળવી પાત્રા (ઓછા લોટમાંથી બનાવેલ) (Patra Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
હીના
હીના @cook_19791198
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ
  1. (1) 10 થી 12 અળવીનાં પાન
  2. (2) 1 1/2 કપ ચણાનો લોટ
  3. (3) 1 ચમચી ખાંડ
  4. (4) 1/2 લીંબુ
  5. (5) 1/2 ચમચી હળદર
  6. (6) 1/2 ચમચી લાલ મરચું પાવડર
  7. (7) સ્વાદ મુજબ મીઠું
  8. (8) 1/2 ચમચી ગરમ મસાલો
  9. (9) જરુર પ્રમાણે થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પહેલાં અળવીનાં પાનને ધોઈ, તેની નસ ચપ્પુ વડે કાઢી લેવી.

  2. 2

    ત્યારબાદ ચણાનો લોટ લઈ તેમાં બધાં જ મસાલા એડ કરીને પાણી વડે થોડું ઘટ્ટ ખીરું બનાવી લેવું.

  3. 3

    હવે ઢોકળિયામાં સરખું પાણી ઉમેરી ગેસ ચાલુ કરીને ઢાંકણ બંધ કરી દેવું. અને ધીમા તાપે રાખવું.

  4. 4

    હવે, એક પછી એક પાન લેતાં જઈને ચણાનું મિશ્રણ લગાવી રોલ વાળવા. આટલાં પાનમાંથી 2 રોલ સરળતાથી બની જશે.

  5. 5

    બંને રોલને બાફવા માટે મૂકીને 15 થી 20 મિનીટ માટે ગેસ પર રાખો.

  6. 6

    સરખા બફાઈ ગયા બાદ ઠંડા પાડી એકસરખા ગોળ કટકા કરીને રાઈ, તલ,લીમડાનો વઘાર કરીને ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

હીના
હીના @cook_19791198
પર

Similar Recipes