સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#પોંન્ગાલ, ઈડલી & ઢોસા
#ભાત.

સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)

#પોંન્ગાલ, ઈડલી & ઢોસા
#ભાત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ થી ૪ વ્યક્તિ
  1. 👉 પોંન્ગાલ માટે😋😋
  2. 2વાટકી ચોખા
  3. 1વાટકી મગ ની દાળ
  4. નિમક સ્વાદ પ્રમાણે
  5. 2ચમચા દેશી ઘી
  6. અડધી ચમચી હળદર
  7. 7(8 નંગ) તીખા
  8. 1ચમચી તીખા નો પાવડર
  9. 1નંગ લીલું મરચું
  10. 4(5 નંગ) લીમડા ના પાન
  11. 8(10 નંગ) કાજુ
  12. 1નંગ લાલ મરચું
  13. છ વાટકી પાણી( જે વાટકી થી ચોખા લીધા છે તે વાટકી પાણી ના માપ માટે
  14. 👉 ઈડલી અને ઢોસા માટે😋😋
  15. 4વાટકી ચોખા
  16. 1વાટકી અડદની દાળ
  17. 1ચમચી મેથી
  18. અડધી વાટકી પૌવા
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. 1ચમચી ઈનો(ઈડલી માટે)
  21. 👉સાંભાર માટે😋😋
  22. 1વાટકી તુવેરની દાળ
  23. 1ચમચી સૂકીી મેથી
  24. મીઠું સ્વાદ પ્રમાણે
  25. 1ચમચી લાલ ચટણી
  26. 1ચમચી ધાણાજીરૂ
  27. 2ચમચી સાંભાર મસાલો
  28. અડધી ચમચી હળદર
  29. અડધી ચમચી અડદની દાળ
  30. 1ચમચો તેલ
  31. 4(5 નંગ) લીમડા ના પાન
  32. 1નંગ લીલું મરચું
  33. 1નંગ લાલ મરચું
  34. 1નંગ ટમેટું
  35. 1નંગ ડુંગળી
  36. 4(5 નંગ) લસણની કળી
  37. 👉ટમેટા ની ચટણી માટે😋
  38. 4(5 નંગ) ટમેટા
  39. 1નંગ ડુંગળી
  40. 4(5 નંગ) લસણની કળી
  41. મીઠું સ્વાદ પ્રમાણે
  42. 4(5 નંગ) લીલા મરચા
  43. 6(7 નંગ) લાલ સૂકા મરચાં
  44. 2ચમચી દાળિયા ની દાળ
  45. 1ચમચી તેલ
  46. 👉 ટોપરાની ચટણી માટે😋😋
  47. છ-સાત ચમચી ટોપરાનું છીણ
  48. 2ચમચી દાળિયા ની દાળ
  49. 2નંગ લીલા મરચાં
  50. 1નંગ લીંબુ
  51. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે ઈડલી અને ઢોસાનું ખીરૂ બનાવી શું. દાળ અને ચોખાને સારી રીતે પાણીથી ધોઈને છો સાત કલાક પલાળી દેવા. મેથીને અડદની દાળ સાથે પલાળી દેવી. પૌવાની ખીરુ બનાવતા પહેલા અડધી કલાક પલાળી દેવા.

  2. 2

    ત્યારબાદ બધું મિક્સરમાં ક્રશ કરી લેવું. ખીરામાં નિમક નાખીને ચારથી પાંચ કલાક રહેવા દેવું.

  3. 3

    હવે આપણે પહેલા ઈડલી બનાવી શું. ઈડલીના ખીરામાં એક ચમચી ઈનો નાખવો. ખુબ હલાવી ને તેની ઈડલી ઉતારી લેવી. રેડી છે ઈડલી

  4. 4

    હવે આપણે ઢોસા બનાવીશું. સાદા મૈસુર મસાલા જેના માટે એક લોટી લેશું. તે ગરમ થયા બાદ તેના પર તેલ અને પાણી લગાવીશું અને ઢોસાનું ખીરુ નાખીશું ત્યારબાદ તેના પર ટમેટા, ડુંગળી, લીલુ મરચું, ટમેટા ની ચટણી, ચાટ મસાલો રાખીશું. રેડી છે સાદા મૈસુર મસાલા ઢોસા.

  5. 5

    હવે આપણે પોંન્ગાલ બનાવીશું. જેના માટે દાળ અને ચોખાને mix કરીશું. તેને પાણીથી સાફ કરી લેશું. એક પ્રેશર કુકરમાં ૧ ચમચી ઘી લેશું તેમાં દાળ-ચોખા ને સારી રીતે શેકી. ત્યારબાદ તેમાં પાણી એડ કરવું અને નિમક, હળદર એડ કરીને પ્રેશર કૂકરની બંધ કરી દેવું. 4 થી 5 city પાડવી. ગેસની મીડીયમ રાખવો.

  6. 6

    હવે આપણે પોંન્ગાલ નો વઘાર કરી શું. જેના માટે એક પેનમાં ઘી લેશું. ઘી ગરમ થયા બાદ તેમાં લાલ સૂકા મરચાં, તીખા, લીમડો, રાઈ જીરુ, એડ કરીશું.

  7. 7

    ત્યારબાદ કાજુ એડ કરીશું હવે તેમાં બનેલો pongal એડ કરવો. ત્યારબાદ તેમાં તીખા નો પાવડર એડ કરવો હવે તેને સારી રીતે મિક્ષ કરી લેવું. રેડી છે pongal.

  8. 8

    હવે આપણે ટમેટાની ચટણી બનાવી શું. જેના માટે એક પેનમાં તેલ લેશું. તેલ ગરમ થયા બાદ તેમાં લાલ મરચા, લીલા મરચા અને લસણ એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરીશું ડુંગળી ચડી ગયા બાદ ટમેટા એડ કરીશું હવે તેમાં નિમક એડ કરીને મિક્સ કરી લેવું.

  9. 9

    ત્યારબાદ તેમાં દાળિયા ની દાળ એડ કરવી. હવે તેને દસ મિનિટ સારી રીતે પાકવા દેવું. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી લેવું. રેડી છે ટમેટાની ચટણી

  10. 10

    હવે આપણે ટોપરાની ચટણી બનાવી શું. સૌપ્રથમ દાળિયા ની દાળ ને ક્રશ કરી લેશું. એક મિક્સર ચાર લેશું તેમાં નારિયેળનું છીણ, જે દાળિયા ક્રશ કરેલા છે તે લેશું. લીલા મરચાં, નિમક. અને લીંબુ એડ કરીશું. બધું મિક્સરમાં ક્રશ કરી લેવું. રેડી છે ટોપરાની ચટણી.

  11. 11

    જો તમે ઈચ્છો તો બંને ચટણી પર વઘાર કરી શકો છો.

  12. 12

    હવે આપણે સાંભાર બનાવીશું. જેમાં દાળ અને મેથીને બાફી લેશું. ત્યારબાદ તેને ક્રશ કરી લેવું. હવે એક પેનમાં તેલ લેશું તેમાં સૌ પ્રથમ અડદની દાળ એડ કરીશું. ત્યારબાદ લાલ સૂકા મરચાં રાઈ અને જીરું એડ. ત્યાર બાદ લસણની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ એડ કરીશું. પછી ડુંગળી એડ કરવી ત્યારબાદ બધા મસાલા એડ કરી દેવા. થોડું ચડી ગયા બાદ ક્રશ કરેલી દાળ એડ કરવી.

  13. 13

    ત્યારબાદ સંભાર મસાલો એડ કરવું. થોડીવાર ઉકળવા દેવું. રેડી છે સંભાર😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes