ઇન્સ્ટન્ટ પાંવભાજી (instant Pavbhaji recipe in Gujarati)

Purvi Gadani
Purvi Gadani @cook_17787811
શેર કરો

ઘટકો

  1. 1 કપફલાવર
  2. 1 કપવટાણા
  3. 1કેપ્સીકમ
  4. 2ડુંગળી
  5. 2બટાકા
  6. 2ટામેટા
  7. 15-20કળી લસણ
  8. 2ચમચા તેલ
  9. 2ચમચા બટર
  10. 2 ચમચીકાશ્મીરી મરચુ
  11. 2 ચમચીપાવભાજી મસાલો
  12. ચપટીહળદર
  13. લીંબુ
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા જ શાકને મોટા ટુકડામાં સમારી લેવા. ડુંગળી ટામેટું બધુજ મોટા કટકા કરી લેવા જીણું સમારવાનો ટાઈમ બચી જશે. (તમે તમારા ગમતા કોઈ બી શાક લઈ શકો)

  2. 2

    હવે કુકરમાં બધા જ શાક ડુંગળી, ટામેટું, લસણ બધુ જ એક સાથે કુકરમાં લઈ લેવુ. તેમાં મીઠું અને જરૂર પુરતુ પાણી ઉમેરી બાફી લેવુ. બફાઈ જાય એટલે શાકમાંથી પાણી અલગ કાઢી લેવુ અને શાકને મેશ કરી લેવુ.

  3. 3

    કડાઈમાં તેલ અને બટર લઈ હુંફાળું ગરમ થાય એટલે તેમાં લાલ મરચુ, હળદર, પાવભાજી મસાલો ઉમેરી 3 ચમચી પાણી ઉમેરી લેવુ. પાણી બળી જશે અને મસાલો સરસ ચડી જશે ને તેલ છુટુ પડી જસે. (આમ કાચા તેલમાં વઘાર કરવાથી તેલ જલ્દી છુટુ પડશે અને ઓછા તેલમાં પણ ભાજી બનાવી શકાય)

  4. 4

    મસાલામાંથી તેલ છૂટુ પડે એટલે બાફેલું શાક ઉમેરી મિક્સ કરી લેવુ. ત્યાર બાદ બાફેલું શાકનું પાણી ઉમેરી લેવુ. ઢાંકીને ઉકળવા દેવુ. ભાજી જોઈતા પ્રમાણમાં ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લીંબુ અને કોથમીર ઉમેરી લેવુ. ઉપરથી બટર ઉમેરી ભાજી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

ટિપ્પણીઓ

Similar Recipes