નાયલોન ખમણ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#goldenapron3
Week 18

નાયલોન ખમણ

#goldenapron3
Week 18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બેસન
  2. 1/2 ચમચીહળદર
  3. 2 ચમચીતેલ મોણ માટે
  4. 1/2 ચમચીલીંબુ નાં ફૂલ
  5. 1 ચમચીઇનો
  6. 2 ચમચીખાંડ
  7. 1 ગ્લાસપાણી
  8. 1ચમચો તેલ વઘાર માટે
  9. 1 ચમચીરાઈ
  10. 1/2 ચમચીહિંગ
  11. 3-4લીલા મરચાં
  12. 8-10લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન માં મીઠું, તેલ હળદર અને લીંબુ નાં ફૂલ નાખવા

  2. 2

    ત્યારબાદ પાણી નાખી ગાંઠા નાં રહે તે રીતે મિક્સ કરવું. ત્યારબાદ ઇનો નાખી ઉપર સહેજ પાણી રેડવું. અને મિક્સ કરવું.

  3. 3

    મિશ્રણ ને એક જ બાજુ હલાવી મિશ્રણ ને હલકું કરવું. ત્યારબાદ ઊંડા વાસણ ને ગ્રીસ કરી તેમાં ખીરું પાથરી વરાળ માં બાફવું.

  4. 4

    ખાંડ માં પાણી નાખી ઓગળે ત્યાં સુધી ગરમ કરવું. ખમણ પર થોડી સુગર સીરપ નાખવી.

  5. 5

    હવે તેલ લઈ તેમાં રાઈ અને હિંગ નાખી મરચા અને લીમડો નાખવો. ત્યારબાદ બાકી વધેલી સુગર સીરપ નાખી ને ખમણ પર રેડી દેવું.

  6. 6

    તૈયાર છે નાયલોન ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (11)

Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Similar Recipes