વ્હીટ તંદૂરી બટર રોટી (Tandoori Wheat Butter Roti Recipe In Gujarati)

Hemali Gadhiya
Hemali Gadhiya @cook_20953822

#રોટીસ
સ્વાદ માં એકદમ નાન જેવી જ સ્વાદિષ્ટ લાગતી આ તંદુરી રોટી તમે તંદુર વગર પણ એકદમ સરસ બનાવી શકો છો,અને ઉપર થી ઘઉં ના લોટ નો ઉપયોગ હોવા થી પાચવા માં પણ હળવી રહે છે.એક વાર આ રીતે બનાવજો રેસ્ટોરન્ટ ની પણ તંદુરી રોટી ફીકી લાગશે... તો એના માટે જોઈશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાડકીઘઉં નો લોટ
  2. 2 ચમચીમેંદો (ઓપ્શનલ)
  3. 1 ચમચીબેકિંગ પાવડર
  4. 1 નાની વાડકીખાટું દહીં
  5. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધું મિશ્રણ તૈયાર કરી સરસ કુનો લોટ બાંધી તેલ લાગવવી 30-40 મિનિટ ઢાંકી ને રહેવા દો.

  2. 2

    હવે પરાઠા જેવી થોડી જાડી રોટલી વણી, વણેલા ભાગ ઉપર પાણી લગાવી દો, હાથ અથવા બ્રશ વડે ત્યારબાદ પાણી વાળો ભાગ તવા પર ચીપકી જાય એ મુજબ રોટી તવા પર નાખી દો અને હળવા હાથે પ્રેસ કરો.

  3. 3

    મીડીયમ ફ્લેમ એ ચડવા દો, બબલ્સ થવા લાગે એટલે વિડિઓ માં છે એમ તવો ગૅસ પર ઊલટો કરી ફેરવતા રહો જેથી બધી બાજુ એ સરખી ભાત પડે.
    સરખી શેકાય ગયા બાદ બટર કે ઘી લગાઈ દો.

  4. 4

    આપ તવા, કૂકર કે તપેલા માં પણ બનાવી શકો છો, બધા માં સેમ મેથડ જ રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Gadhiya
Hemali Gadhiya @cook_20953822
પર

Similar Recipes