હોમમેડ ટુટી ફ્રૂટી(Home made tutty fruity)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

આમ તો આપણે કલિંગર લઈ આવીએ ત્યારે એનો લાલ કલરનો ભાગ વાપરતા હોઈએ છીએ અને તેની છાલ આપણે ફેંકી દઈએ પણ આજે આપણે એની છાલ નો ઉપયોગ કરીને ટુટી ફ્રુટી બનાવવાની છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1આખા કલીંગર ની છાલ(ફક્ત સફેદ ભાગ ઉપયોગ મા લેવાનો છે)
  2. 2 વાટકીસાકર
  3. દોઢ ગ્લાસ પાણી
  4. ખાવાનો લાલ કલર અને કેસરી કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કલિંગર ની છાલ લઈને એનો પાછળનો લીલા કલરનો ભાગને કાઢી લેવો તેમજ લાલ કલરનો ભાગ પણ કાઢી લેવો આપણે ફક્ત એના સફેદ કલરના ભાગનો ઉપયોગ કરવાનો છે

  2. 2

    હવે આ સફેદ છાલના નાના નાના ટુકડા કરવા. હવે એક વાસણ લેવું અને તેમાં આ ટુકડા લઈ એમાં પાણી ઉમેરો પછી એને અધકચરા ચઢી જાય ત્યાં સુધી પાણીમાં ઉકાળવા દો પછી એને ચારણીમાં નીતારી લેવું

  3. 3

    હવે બીજા વાસણમાં સાકર લેવી અને તેમાં પાણી ઉમેરવું. સાકર ઓગળી જાય પછી તેમાં કલિંગર ના અધકચરા બાફેલા ટુકડા ઉમેરવા દસ મિનિટ સુધી આમાં ઊકળવા દેવું.

  4. 4

    હવે ગેસ બંધ કરીને તેને બે ભાગમાં અડધા અડધા કરી લો. એક માં થોડો ખાવાનો લાલ કલર અને બીજામાં થોડો ખાવાનો કેસરી કલર ઉમેરો. પાંચથી છ કલાક એમ જ રહેવા દેવું

  5. 5

    હવે આ ટુટી ફ્રૂટી ને નિતારીને કપડા ઉપર અથવા પેપર ઉપર નિતારી લેવું જેથી કરીને વધારાની ચાસણી બધી નીકળી જાય હવે એને પંખા નીચે સૂકવો અને જો ઉતાવળ હોય તો તમારે એને તડકામાં સૂકવી લેવી.

  6. 6

    હોમમેડ ટુટી ફ્રૂટી તૈયાર છે. આ તમે આઇસક્રીમમાં, ફ્રુટ સલાડ, પુડિગ, કસ્ટડૅ મા વાપરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (5)

દ્વારા લખાયેલ

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes