મેંગો બોલ્સ

2 કમેન્ટ્સ કરેલ છે
Payal
Payal @cook_17466794

# કેરી
#goldenapron3
#week 19#coconut
હેલો મિત્રો આજે મેં એકદમ ઈઝી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું deserts બનાવ્યું છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તમે પણ મારી આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય બતાવજો તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શું

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
  1. ૧ નંગકેરીનો પલ્પ
  2. અડધો કપ કેરીના ટુકડા
  3. ૫-૬ મોટી ચમચી દૂધ
  4. અડધો કપ મિલ્ક પાવડર
  5. 1/4 કપટોપરાનું છીણ
  6. ત્રણથી ચાર ચમચી દળેલી ખાંડ
  7. એકથી બે ચમચી કેસરવાળું દૂધ optional
  8. ગાર્નિશીંગ માટે પિસ્તા

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે એક બાઉલમાં મિલ્ક પાવડર ટોપરાનું ખમણ અને દળેલી ખાંડ ઉમેરો એક તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો આ બધું મિક્સ કરીને દૂધથી લોટ બાંધવો દૂધ થોડું થોડું એડ કરવું અને ત્યારબાદ આપણે કેરીનો પલ્પ રેડી કરવાનો છે કેરીના પલ્પમાં મેં ખાંડ એડ નથી કરી જો તમને વધારે sweet પસંદ હોય તો તમે એડ કરી શકો છો આ કેરીના પલ્પમાં થોડું કેસરવાળું દૂધ ઉમેરવું એ optional છે અને બીજી બાજુ આપણે બોલમા સ્ટફિંગ કરવા માટે કેરીના પીસ લીધા છે

  2. 2

    તો આપણો daugh તૈયાર છે હવે તેને હાથ હાથમાં થોડું ઘી લગાવી અને એકદમ થેપલી કરીને તેમાં કેરીના કટકા વચ્ચે મૂકીને રાઉન્ડ શેપ આપો તમે તેમાં ડ્રાયફ્રૂટ પણ સ્ટફિંગ કરી શકો છો પણ મેં અહીંયા ખાલી કેરીના કટકા નું સ્ટફિંગ કર્યું છે તો આપણા balls રેડી છે હવે તેને પ્રેઝન્ટેશન કરવા માટે 2 cups લેવા ત્યારબાદ તેમાં first કેરીનો પલ્પ ઉમેરો ત્યારબાદ રેડી કરેલા balls મૂકી અને પિસ્તા થી ગાર્નીશિંગ કરો તો તૈયાર છે આપણા મેંગો બોલ્સ

  3. 3

    આ આપણે તૈયાર કરેલા મેંગો બોલ્સને ફ્રીઝ માં નથી મૂકવાના અને ઇન્સ્ટન્ટ ખાવાના છે હા તમે મેંગો પલ્પ છે એ ઠંડો લઈ શકો છો અને હા કોપરાના છીણમાં બદલે તમે ડાયજેસ્ટીવ બિસ્કીટ પણ લઈ શકો છો ઈફ યુ વોન્ટ તો રેડી છે આપણાં મેંગો બોલ ખૂબ જ ઝડપથી બનતું ડેઝર્ટ છે

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Payal
Payal @cook_17466794
પર

Similar Recipes