મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઆખી મેથી
  2. 250 ગ્રામમોટા મગ
  3. 2 કિલોરાજાપુરી કેરી
  4. 300 ગ્રામમેથીના કુરિયા
  5. 100 ગ્રામરાઈના કુરિયા
  6. 50 ગ્રામતીખા
  7. 50 ગ્રામવરિયાળી
  8. 250 ગ્રામલસણ
  9. 300 ગ્રામલાલ મરચું પાઉડર
  10. 5-6 ચમચીહળદર
  11. 4 ચમચીહિંગ
  12. 1 કિલોથી વધારે સીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને ધોઈ તેમાં જરૂર મુજબ હળદર મીઠું નાખી 24 કલાક તપેલામાં રહેવા દેવાની દિવસમાં બે-ત્રણવાર ઉપર-નીચે ફેરવતા રહેવાનું તેને ચારથી પાંચ કલાક કોટનના કપડામાં સૂકવવા મૂકવી

  2. 2

    મગ અને મેથી ને આખી રાત સાદા પાણીમાં અલગ અલગ પલાળવા

  3. 3

    સવારના સાદુ પાણી કાઢી અને કેરીનું જે ખાટું પાણી હોય તેની અંદર બે કલાક અલગ અલગ પલાળવા

  4. 4

    હવે એક મોટા તપેલામાં પહેલા રાઈના કુરિયા નુ રાઉન્ડ કરો પછી મેથીના કુરિયા અને મીઠાં નું રાઉન્ડ કરી તેમાં વચ્ચે હિંગ ઉમેરો હવે તેમાં ગરમ તેલ ઉમેરી અને ઢાંકી દો

  5. 5

    વઘાર ઠરે પછી તેની અંદર મરચાનો ભુક્કો હળદર તીખા અને વરિયાળી મિક્સ કરો

  6. 6

    હવે મગ અને મેથી માંથી ખાટું પાણી કાઢી તેને કોટનના કપડામાં ચારથી પાંચ કલાક સુકાવા દેવું તેમાં પાણીનો ભાગ રહેવો જોઈએ નહીં

  7. 7

    હવે મગ મેથી અને કેરી કોરા થયા એવું લાગે એટલે જે સંભાર વધાર્યો છે તેની અંદર મિક્સ કરી લેવું અને લસણ ની કટકી કરી અથાણા માં ભેળવી દેવું બે દિવસ તપેલામાં રાખી પછી બરણીમાં ભરી લેવું

  8. 8

    તો તૈયાર છે મગ મેથીનું લસણીયુ અથાણું 12માસ અથાણું સારું રહે છે અને મગ અને મેથી હેલ્થ માટે પણ સારા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર

Similar Recipes