ઇન્સ્ટન્ટ ઢોસા (instant dosa recipe in Gujarati)

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

ઇન્સ્ટન્ટ ઢોસા (instant dosa recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1 કપદહીં
  3. 2 ચમચીઘઉંનો લોટ
  4. 1/4 ચમચીસોડા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ અથવા બટર
  7. ચટણી માટે :-
  8. 3 ચમચીટોપરાનું છીણ
  9. 1 ચમચીસીંગદાણા
  10. 1 ચમચીચણાની દાળ
  11. 3લીલા મરચા
  12. 1/4 કપકોથમીર
  13. 2 ટુકડાડુંગળી(optional)
  14. 1 ચમચીદહીં
  15. 1 ચમચીતેલ
  16. 1/2 ચમચીરાઈ
  17. ચપટીહિંગ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. સુકુ લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને મિકસરમાં ક્રશ કરી બારીક કરી લેવો. હવે તેમાં ઘઉંનો લોટ અને દહીં ઉમેરી ઘટ્ટ ખીરુ બનાવી લેવુ. 10 મિનીટ રેસ્ટ આપવો જેથી રવો ફુલી જાય.

  2. 2

    ત્યાં સુધી ચટણી માટે સીંગદાણા અને ચણાની દાળને ધીમા તાપે શેકી લો. ઠંડુ પડે એટલે તેને મિક્સર જારમાં લઈ તેમાં કોથમીર, મરચા, ટોપરાનું છીણ, ડુંગળી, દહીં અને મીઠું ઉમેરી જરૂર પુરતુ પાણી ઉમેરી ક્રશ કરી લો. હવે બાઉલમાં ચટણી કાઢી તેના પર રાઈ, હિંગ, લીમડો અને સૂકા લાલ મરચાનો વઘાર કરો.

  3. 3

    હવે તૈયાર ખીરામાં મીઠું અને જરૂર પુરતુ પાણી ઉમેરી ઢોસા નું બેટર તૈયાર કરી લો. ખીરામાં સોડા ઉમેરી બરાબર મિક્સ કરી નોનસ્ટિક તવા પર ઢોસો પાથરવો. ઢોસા ની ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય એટલે બ્રશની મદદથી તેલ કે બટર સ્પ્રેડ કરી લેવુ અને મિડિયમ ફ્લેમ પણ ચડવવુ. 2 મિનિટમાં ઢોસો એકદમ ક્રિસ્પી બ્રાઉન થઈ જશે.

  4. 4

    તૈયાર ઢોસાને ચટણી અને સ્વીટ દહીં સાથે સર્વ કરો.(મેં અહીં એક ઢોસા પર મરચુ, મીઠું સ્પ્રિંકલ કર્યુ છે અને એક ઢોસા પર પાસ્તા સોસ અને ચીઝ છીણેલુ છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ પ્રકારની ચટણી અથવા સોસ સ્પ્રેડ કરી શકો)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

Similar Recipes