પનીર ટીકા મસાલા(paneer tika masala in Gujarati)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 21 [SPICY]

આજે આપણે હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા બનાવશું કે જેની અંદર ખડા મસાલા નો વપરાશ થશે જેનાથી શાક જેનાથી શાક spicy એટલે કે તીખું બનશે.

પનીર ટીકા મસાલા(paneer tika masala in Gujarati)

#goldenapron3
#week 21 [SPICY]

આજે આપણે હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા બનાવશું કે જેની અંદર ખડા મસાલા નો વપરાશ થશે જેનાથી શાક જેનાથી શાક spicy એટલે કે તીખું બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
છ વ્યક્તિઓ માટે
  1. 250 ગ્રામપનીર
  2. 10-15 નંગકાજુ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. જરૂર મુજબ માખણ
  5. જરૂર મુજબ તેલ
  6. 3થી ચમચી મરચાની ભૂકી
  7. 1 ચમચીહળદર
  8. ૨-૩ નંગતજના
  9. ૫-૭ નંગલવિંગ
  10. ૪-૫ નંગઇલાયચી
  11. ૨ નંગતમાલપત્ર
  12. ૪-૫ નંગસુકા મરચા
  13. 1 ચમચીજીરૂ
  14. ૫-૬ નંગટામેટાં
  15. ૨-૩ નંગડુંગળી
  16. 2લીલા મરચા (એક નંગ લીલી તીખી મરચી નાખવી હોય તો નાંખી શકાય)
  17. આદુ-મરચાની પેસ્ટ
  18. લસણની પેસ્ટ
  19. કસૂરી મેથી
  20. ગરમ મસાલો સ્વાદાનુસાર
  21. પાણી જરૂર મુજબ
  22. ગરમ મસાલો ટેસ્ટ મુજબ
  23. 2-3 ચમચીકિચન કિંગ મસાલો

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે હોમમેડ પનીર એટલે શું તેની રેસિપી ને આગળ આપેલી છે.

  2. 2

    પનીરના નાના નાના એકસરખા કટકા કરી લેશું.

  3. 3

    હવે એક નોનસ્ટિક પેનમાં એક ચમચી બટર અને એક ચમચી તેલ લેશું.

  4. 4

    ગરમ કરી એની અંદર પનીરના કટકા ઉમેરીશું.

  5. 5

    હવે એની અંદર એક ચમચી મરચાની ભૂકી અને થોડી માત્રામાં હળદર નાખશું અને એને હલાવી નાખીશું.

  6. 6

    થોડીક વાર માટે ચડવા દેશો અને પછી એને બહાર કાઢી અને સાઈડમાં રાખી દેજો

  7. 7

    હવે ટામેટાં,ડુંગળી અને મરચા લઈ અને એને ધોઈ નાખવું

  8. 8

    હવે ટામેટાં,ડુંગળી અને મરચા ને નાના નાના કટકા કરી અને અલગ અલગ રાખી દેશું

  9. 9

    હવે અલગ અલગ વાટકીમાં એક માં ખડા મસાલા રાખશું, એક માં કાજુ અને એક માં આદુ મરચાની પેસ્ટ અને એક માં લસણની પેસ્ટ રાખશો.

  10. 10

    હવે નોનસ્ટીક પેનમાં તેલ અને માખણને ગરમ કરવા મૂકવું અને એની અંદર વઘાર માટે જીરું અને ખડા મસાલા તજ,લવિંગ, મરચાં,તમાલપત્ર, ઇલાયચી એ બધું હવે એની અંદ

  11. 11

    એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મરચાના આગળના ડિટીયા અને બી બંને કાઢી નાખવાના પછી તેને વઘારમાં નાખવા.

  12. 12

    હવે એને હલાવી નાખો પછી એની અંદર ડુંગળી અને આદું-મરચાંની પેસ્ટ પેસ્ટ નાખો.

  13. 13

    હવે એને સરખું હલાવી અને ડુંગળીને ચડવા દો

  14. 14

    ડુંગળી સરખી ચડી ગયા બાદ એની અંદર ટામેટાં અને કાજુ નાખી દો

  15. 15

    હવે એની અંદર ચપટી મીઠું અને મરચાના કટકા કર્યા છે એ નાખી અને ચડવા માટે રાખી દો.

  16. 16

    ટામેટાં એકરસ થઈ ગયા પછી એની અંદર થોડી માત્રામાં પાણી અને ૧ થી ૨ બે ચમચી મરચાની ભૂકી નાખી દો.

  17. 17

    હવે બધું સરખું મિક્સ કરી લો અને એને પણ ચડવા માટે રાખી દો અને એના માટે ઢાંકી દેવું ૫ થી ૭ મિનિટમાં બધા મસાલા એકબીજામાં ચડી જશે

  18. 18

    હવે બધું એકરસ થઇ ગયા બાદ જોઈ લેવું કે સરખું ચડી ગયું છે ને તો એને સાઈડમાં ઠંડુ થવા માટે રાખી દેવું અને ઠંડુ થાય તેવું તેને મિક્સર જારમાં કાઢી લેવું.

  19. 19

    થોડું થોડું કરતાં મિક્સરમાં નાખી અને ગ્રેવી તૈયાર કરી લેવી અને જરૂર પણ તો એની અંદર પાણી નાખવું.

  20. 20

    હવે એ તૈયાર કરેલી ગ્રેવી ને સાઈડ માં મૂકી દેવી.

  21. 21

    એક નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ અને ૧ ચમચી બટર લો અને એની અંદર ચપટી હળદર અને એક ચમચી મરચાની ભૂકી નાખવી.

  22. 22

    હવે એને હલાવી નાખો અને એની અંદર તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દ.

  23. 23

    હવે દસ થી પંદર મિનિટ માટે ચઢવા માટે મૂકી દો.

  24. 24

    હવે એ ગ્રેવી ની અંદર ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને કસુરી મેથી ઉમેરી દો.

  25. 25

    હવે સાઈડ માં રાખેલ પનીર પણ એની અંદર નાખી દો અને બધું સરખું હલાવી પાછું પાંચ થી દસ મિનિટ માટે એને ચડી જવા દો

  26. 26
  27. 27

    આ શાક બનાવવાની વિધિ ખૂબ જ લાંબી છે પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે એકદમ હોટલ spicy ટેસ્ટ આવે છે.

  28. 28

    આ પંજાબી શાકને તમે ફુલકા રોટી નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. એકવાર ટ્રાય જરૂર કરજો આનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે.

  29. 29

    આ શાક સર્વ કરતા પહેલા ટમેટાનો સરસ ફુલ બનાવીને રાખી શકો છો કાં તો પછી ઉપરથી ચીઝ ખમણી અને સર્વ કરી શકો છો.

  30. 30

    તૈયાર છે હોટલ જેવું સ્પાઈસી પનીર ટીકા મસાલા શાક😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes