શેર કરો

ઘટકો

  1. 1લીટર. ગાય નું દૂધ
  2. 1.5ચમચો લીંબુ નો રસ
  3. 1 cupખાંડ
  4. બરફ ના ટૂકડાં જરૂર મુજબ
  5. 500મિલી ફૂલ ફેટ દૂધ
  6. 2ચમચી ખાંડ
  7. 2ચમચી મિલ્ક પાઉડર
  8. 7-8કેસર તાંતણા
  9. 2-3ઇલાયચી
  10. પીળો કલર
  11. પિસ્તા સજાવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાય નું દૂધ ગરમ કરવું ઉકળો આવે એટલે લીંબુ નો રસ નાખી ફાડવું. હવે એને હલાવી દૂધ પાણી છૂટું પડે એટલે એક વાસણ મા મલમલ નું કપડું મૂકી ફાડેલાં દૂધ ને કાઢી લેવું. અને બરાબર નીચોવી નળ ના પાણી મા છેના ધોઈ લેવો 2-3વખત.(આ પ્રોસેસ ખૂબ ઝડપ થી કરવી)અને વધારા નું પાણી નીચોવી કોરો છેના કરી થાળી મા કાઢવો

  2. 2

    હવે છેના થાળી મા મસળવો. અને બંને હાથ ની હથેળી મા લઇ મસળવો આ રીતે 5-7મીન. મસળી ને લાંબો રોલ જેવો કરવો. તડ પડે તો ફરીથી મસળવું. અને પછી 1ચમચી ખાંડ ઉમેરવી અને મસળવું. ફરીથી એક ચમચી ખાંડ ઉમેરી મસળી ને રોલ વાળી નાના લુઆ કરવા.હલકુ લાગે ત્યાં સુધી મસળવું.

  3. 3

    હવે એક લુઓ લઇ મસળી ને ગોળ વાળવો. આ રીતે બધા લુઆ માંથી બોલ્લ્સ તૈય્યાર કરવાં.

  4. 4

    હવે એક બાજુ ખાંડ ને 1ગ્લાસ પાણી નાખી ઉકાળવું ઉકળે એટલે 2ચમચી દૂધ નાખી પાણી ગાળી લેવું.જેથી મેલ નીકળી જાય અને ફરીથી ઉકળે એટલે બધાં છેના બોલ્સ મૂકી 10-12મીન. ઢાંકી ને થવા દેવા. હવે બોલ્સ ઉપર આવે એટલે ગેસ બંધ કરી બરફ ના ટુકડાં ઉમેરવાં. અને ખુલ્લા રાખવા.

  5. 5

    હવે દૂધ ને ગરમ કરવા મૂકવું ઉકળો આવે એટલે ખાંડ અને મિલ્ક પાઉડર નાખી કેસર નાખી હલાવવું. ચપટી થી પણ ઓછો પીળો કલર અને ઇલાયચી પાઉડર ઉમેરી ઠંડુ પાડવું.

  6. 6

    હવે છેના બોલ્સ ને બહાર કાઢી સહેજ બંને હથેળી વચ્ચે દબાવી ચપટા કરી દૂધ મા મૂકી ઠંડા કરવા 3-4કલાક અને પરોસવા. પિસ્તા ની કતરણ થી સજાવા. તૈયાર છે સ્વાદિષ્ટ રસ મલાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
પર
India
I like to cook new innovative dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes