પાલક પનીર કોફતા કરી

Pinky Jesani
Pinky Jesani @cook_24884684
Rajkot

આ ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે.
#જુલાઈ
#સુપરશશેફ૧
#ilovecooking

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
3 લોકો
  1. પનીર મેરીનેટ માટે પનીર 7-8 મોટા કટકા
  2. દહીં(હેંગ કડૅ)
  3. આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર
  4. મીઠુ-મરચુ-હળદર-ધાણાજીરૂ પંજાબી મસાલો સ્વાદ અનુસાર
  5. અેક ચમચી તેલ
  6. અેક ચમચી ચણાનો લોટ
  7. પાલક કોફતા માટે
  8. પાલક 3-4 પડી
  9. પા વાટકી ફુદીનો
  10. 1/2 વાટકીધાણાભાજી
  11. 3-4 ચમચીલીલા મરચાંની પેસ્ટ
  12. 5-6 ચમચીચણાનો લોટ
  13. 1 ચમચીટોપરાનુ ખમણ
  14. 1 ચમચીખસખસ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. કરી માટે
  17. 4 ચમચીતેલ
  18. 1/2 ચમચીજી૱
  19. ડુંગળી 2-3 ઝીણી સમારેલી
  20. 3-4ટમેટાની પ્યુરી
  21. સમારેલી પાલક 2 પડી
  22. આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર
  23. 1/2 વાટકીમલાઈ
  24. કાજુ ની પેસ્ટ
  25. મેરીનેટ પનીર નો વધેલો મસાલો (જરૂરી સામગ્રી)
  26. મીઠુ-મરચુ-હળદર-ધાણાજીરૂ પંજાબી મસાલો સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ના મોટા કટકા કરો.તેમા દહીં,આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર,લાલ મરચું, હળદર, ધાણાજીરૂ,પંજાબી મસાલો, લીંબુ નો રસ,ચણાનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી મીકસ કરો. 30 મીનીટ માટે ફ્રીઝમાં સેટ કરો.

  2. 2

    અેક બાઉલમાં બાફેલી પાલક લઇ તેમાં ધાણાભાજી, ફુદીનો, લીલા મરચાંની પેસ્ટ નાખો પછી ચણાનો લોટ, તેલ, ટોપરાનુ ખમણ,ખસખસ અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને લોટ બાંધી લો.

  3. 3

    સેટ થયેલા પનીર ને નોનસ્ટિક પેન પર સેલોફ્રાય કરો. હથેળીમાં તેલ લગાડી પાલકનો લોટ લઈ તેમાં પનીરનો કટકો મૂકી કોફતા વાળી લો. તેને તેલ માં તળી લો.

  4. 4

    નોનસ્ટિક પેનમા તેલ નાખી જી૱ નાખો. તેમા આદુ -મરચા -લસણની પેસ્ટ નાખો. સમારેલી ડુંગળી નાખો. સમારેલી પાલક નાખો. બધા મસાલા નાખી ટોમેટો પ્યુરી નાખો. પછી કાજુ નથી પેસ્ટ મેરીનેટ પનીર કરતા વધેલ સ્ટફીગ તથા મલાઈ નાખો જ૱ર મુજબ પાણી નાંખીને 5 મિનિટ પછી ગેસ બંધકરી દો. છીણેલુ પનીર અને કોથમીર નાખો

  5. 5

    બાઉલ મા કોફતા નાખી કરી નાખો. રોટલી કે નાન અને સલાડ સાથે પીરસો.

  6. 6

    આ કોફતા સ્ટાટર તરીકે પણ પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Pinky Jesani
Pinky Jesani @cook_24884684
પર
Rajkot

Similar Recipes