મગને મઠનું શાક(mag and math saak recipe in Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

##સુપરશેફ વીક 1
#post 2
#માયઇઇબુક
#post 21
આજે આપડે કાંઈ અલગ અને નવું બનાવીશુ તો મે વિચાર્યું કે ફણગાવેલ મગને મઠ નું શાક બાનવીએ જે ખૂબ જ હેલ્દી છે શરીર માટે નાના થી માંડી ને મોટા માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે.

મગને મઠનું શાક(mag and math saak recipe in Gujarati)

##સુપરશેફ વીક 1
#post 2
#માયઇઇબુક
#post 21
આજે આપડે કાંઈ અલગ અને નવું બનાવીશુ તો મે વિચાર્યું કે ફણગાવેલ મગને મઠ નું શાક બાનવીએ જે ખૂબ જ હેલ્દી છે શરીર માટે નાના થી માંડી ને મોટા માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2વ્યક્તિ
  1. 1/2 કપફણગાવેલ મગ
  2. 1/2 કપફણગાવેલ મઠ
  3. 1 ટેબલ સ્પૂનતેલ
  4. 1 ટી સ્પૂનરઈ
  5. 1/4 ટી સ્પૂનહીંગ
  6. 1/4 કપપાણી
  7. 1/2લીંબુ
  8. 1 ટી સ્પૂનમરચું લાલ
  9. 1/4 ટી સ્પૂનહળદર
  10. 1/4 ટી સ્પૂનગરમ મસાલા
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ફણગાવેલા મઠ અને મગ ને ભેગા કરી લઈશુ જો એ આપડે ઘરે બનાવા હોય તો જે દિવસ બનાવા હોય એના આગળ ના દિવસે રાતે એક વાડકા માં પલાળી ને પાણી કાળી એક કકડા માં ફિટ બાંઘી ને 9 ક્લાક સુધી બાંધી રાખીશુ તો ફૂટી જશે.

  2. 2

    પછી એક કડાઈ લઈશુ એમાં આપડે 1ટેબલ ચમચી તેલ એડ કરીશુ, પછી એમાં 1ટી ચમચી રાઈ એડ કરીશુ રાઈ તતડે એટલે એમાં 1/4 ટી ચમચી હીંગ એડ કરીશુ.

  3. 3

    પછી એમાં મગ ને મઠ ફણગાવેલ ભેગા કર્યાં છે એ એડ કરીશુ.પછી એમાં 1/4 કપ પાણી એડ કરીશુ. પછી એમાં 1/4 ટી ચમચી હળદર, 1/4ટી ચમચી ગરમ મસાલા એડ કરીશુ. 1 ટી ચમચી મરચું એડ કરીશુ, પછી મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ.

  4. 4

    પછી બધું મિક્સ કરી લઈશુ અને 5થી 10 મિનિટ સુધી એને મીડીયમ ફ્લેમ પર પાણી થોડું ઉકળવા દઈશુ, પછી એમાં લાસ્ટ માં 1/2 લીંબુ નીચોવી દઈશુ અને છેલ્લા ધાણા ભભરાવીશુ તો આપડા મગને મઠ નું શાક તયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jaina Shah
Jaina Shah @cook_24683884
પર
Vadodara

Similar Recipes