બ્લેક પાઉં ભાજી (black pau bhaji recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

બ્લેક પાઉં ભાજી (black pau bhaji recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 થી 55 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2બટાકા
  2. 2ટામેટા
  3. 2 કપસમારેલી કોબી
  4. 2 કપસમારેલું ફ્લાવર
  5. 1/2 કપવટાણા
  6. 1મોટી ડુંગળી
  7. 6-7કળી લસણ
  8. 1/4 કપકેપ્સિકમ
  9. 1લીલું મરચું ઝીણું સમારેલું
  10. 2 ચમચીબટર
  11. 1લીંબુ નો રસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1/2 ટી સ્પૂનકાળા મરી નો પાઉડર
  14. 2 ચમચીબ્લેક પાઉં ભાજી મસાલા
  15. 3-4 ચમચીસમારેલી કોથમીર
  16. બ્લેક પાઉં ભાજી મસાલો બનાવવા માટે
  17. 1/2ટોપરું
  18. 2તમાલપત્ર
  19. 1 ચમચીવરિયાળી
  20. 2સ્ટોન ફ્લાવર
  21. 1મોટી કાળી ઈલાયચી
  22. 2નાની ઈલાયચી
  23. 1મોટો ટુકડો તજ
  24. 1/2 ટી સ્પૂનલવિંગ
  25. 1 ટી સ્પૂનમરી
  26. 1 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

50 થી 55 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડધુ ટોપરું લઈશું અને એને સળગતા ગેસ પર એકદમ કાળું થઈ જાય ત્યાં સુધી પકવીશું. અને ઠંડુ કરવા રાખીશું. હવે 1 પેન માં વરિયાળી, તમાલપત્ર, સ્ટોન ફ્લાવર, ઈલાયચી, મરી, લવિંગ, તજ ને મધ્યમ આંચ પર કૂક કરો. સુગંધ આવવાં લાગે એટલે ધાણાજીરું ઉમેરો અને 30 થી 40 સેકંડ પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દો. બધા મસાલા ઠરી જાય એટલે મિક્સર ના જાર માં લઈને તેમાં ટોપરું સમારીને નાખી દો અને બધુ એકદમ ફાઇન પાઉડર થઈ જાય ત્યાં સુધી કૃશ કરી લો.

  2. 2

    ટામેટા, બટાકા, કોબી, ફ્લાવર અને વટાણા ને કૂકર માં બાફી લો. આને ઠંડુ પડે એટલે મેશ કરી લો. ડુંગળી, લીલું મરચું, લસણ અને કેપ્સિકમ સમારી લો. હવે 1 પેન માં 2 ચમચી બટર ગરમ કરો અને તેમાં લીલું મરચું, લસણ અને ડુંગળી ઉમેરો અને સરખી સાંતળી લો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરો અને ચડવા દો.

  3. 3

    કેપ્સિકમ ચડી જાય એટલે મિક્સ વેજીટેબલ મેશ ઉમેરો અને હલાવો. જરૂર લાગે તો બાફયા ત્યારે વધેલું પાણી ઉમેરો. હવે તેમાં મીઠું, લીંબુ નો રસ, કાળા મરી નો પાઉડર અને બ્લેક પાઉં ભાજી મસાલો ઉમેરો અને સરખું મિક્સ અને કૂક કરી લો. જરૂર મુજબ પાણી અને કોથમીર ઉમેરો. 5 મિનિટ ચડવા દો અને ગેસ બંધ કરી દો.

  4. 4

    કાચી સમારેલી ડુંગળી, કોથમીર, લીંબુ ની ચીરી અને પાઉં જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes