સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati)

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
શેર કરો

ઘટકો

  1. 3 નંગસરગવાની શીંગ
  2. ૧ વાટકીચણા નો લોટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૧ સ્પૂનમરચું
  5. ચપટીહિંગ
  6. ૧/૨ સ્પૂનહળદર
  7. ૧/૨ સ્પૂનધાણાજીરુ
  8. ૧ સ્પૂનગરમ મસાલા
  9. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સરગવાની શીંગ ની છાલ ઉતારી નાના ટુકડા કરી લેવા. ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈ અને આ ટુકડાને બાફી લેવા. બફાઈ જાય એટલે એક ચારણીમાં પાણી નિતારી લેવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી અને આ સરગવાના ટુકડાને હિંગ મૂકી ને વાઘરી લેવા. તેમાં હળદર, મીઠું તથા મરચું ઉમેરવું.

  2. 2

    હવે એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું તથા ગરમ મસાલા ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ને સ્લરી બનાવી લો. તેમાં ગઠા ના પડે તેનું ધ્યાન રાખવું.

  3. 3

    હવે જે કડાઈ મે સરગવાની શીંગ બાફી છે તેને ગેસ ઓન કરો અને તેમાં પણ થોડું પાણી ઉમેરી દો. ત્યારબાદ આ સ્લરિ તેમાં ઉમેરી ને હલાવો

  4. 4

    બધું મિશ્રણ ઘટ થઈ ત્યાં સુધી હલાવો.બસ સરગવાનું શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
પર

ટિપ્પણીઓ

Similar Recipes