સ્ટફડ ચીઝ ચિલી ગારલિક નાન

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#માઇઇબુક

આ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય છે. અને કોઈ પણ સમયે સરળ રીતે બનાવી શકાય. સ્વાદ માં પણ ખૂબ જ ચીઝી હતી. ઘર માં ખૂબ ભાવી બધા ને.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. મેંદો ૩ કપ (૩૦૦ ગ્રામ)
  2. ૧/૨ ચમચીમીઠું
  3. ૨ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  5. નાની ચમચીબેકિંગ પાઉડર ૧/૮
  6. ૧/૨ મોટી ચમચીતેલ
  7. ખાટું દહીં (રૂમ તાપમાન નું) ૧/૨ કપ (૯૦ ગ્રામ જેટલું
  8. હુફાળું પાણી ૧૦૦ મિલી લોટ બાંધવા
  9. ૩ કપમોઝરેલા ચેદ્દર ચીઝ
  10. લીલા મરચાં ઝીણાં સમારેલાં જરૂરિયાત મુજબ
  11. ૧ કપઝીણું સમારેલું લસણ
  12. ૨ ચમચીકાળા તલ
  13. ૨ ચમચીકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    લોટ બાંધવા માટે અને સ્ટફિંગ માટે ઘટકો ઉપર દર્શાવ્યા માપ મુજબ ઉમેરવા. એક બાઉલ માં મેંદો લઇ તેમાં મીઠું, ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, તેલ, ખાટું દહીં આ બધું ઉમેરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ વધારે સોફ્ટ કે કઠણ નઈ પણ મધ્યમ લોટ બાંધી લેવું. ઉપર થોડું તેલ લગાવી લોટ ને ભીનો રૂમાલ ઢાંકી ૪૦ મિનિટ સુધી ગરમ જગ્યા એ ફરમેન્ટ થવા મૂકી દેવું.

  2. 2

    ૪૦ મિનિટ પછી લોટ ને ફરીથી તેલ લગાવી મસડી લેવું. ત્યારબાદ ચીઝ ચિલી ગારલિક નું સ્ટફિંગ તૈયાર કરવું. બીજી બાજુ તવો ગરમ થવા ગેસ પર મૂકી દેવું. લોટ માંથી બોલ બનાવી ને થોડી વણી લેવી. ત્યારબાદ તેની ઉપર સ્ટફિંગ ઉમેરી ફરીથી બોલ કરી ને મેંદા ના સૂકા લોટ માં લગાવી ને વણી લેવું.

  3. 3

    વણાય ગયા પછી ઉપર પાણી લગાવી એની ઉપર કાળા તલ અને કસુરી મેથી લગાવવા અને થોડા પ્રેસ કરી લેવા. અને આલુ પરાઠા બનાવીએ એ રીતે બંને બાજુ શેકી લેવું. ત્યારબાદ ઉપર બટર લગાવી ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરવું. સ્ટફિંગ માં ચીઝ નઈ હોય તો સીધું ગેસ ઉપર બીજી બાજુ તવો ઊંધો કરી ને શેકી શકાય.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes