કારેલા ની છાલ ના મૂઠિયા (karela ni chhal na muthiya recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

કડવા કારેલા એ સ્વાસ્થ્ય માટે પોષક તત્વો નો ભરપુર ખજાનો છે જ પરંતુ કારેલા ને જો તેની છાલ સાથે ખાવામાં આવે તો તે વધારે જ ફાયદાકારક સાબિત થાય છે. ચોમાસાની ઋતુમાં તો ખાસ કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઇ પણ પાચન સંબંધી તકલીફો દુર કરી શકાય અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકાય. અહીં કારેલાંની છાલમાંથી સ્વાદિષ્ટ મૂઠિયા બનાવેલ છે.
#સુપરશેફ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કારેલાંની છાલ
  2. ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧/૨ વાટકીદહીં
  4. લોટ
  5. ૧ વાટકીઘઉં નો લોટ
  6. ૧/૪ વાટકીબેસન
  7. ૧/૩ વાટકીચોખા નો લોટ
  8. મસાલા
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧/૨ ચમચીહળદર પાઉડર
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૨ ચમચીખાંડ/ગોળ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૨લીંબુનો રસ
  15. ચપટીસોડા
  16. વઘાર માટે
  17. ૧ ચમચીરાઈ
  18. ૨ ચમચીસફેદ તલ
  19. ચપટીહિંગ
  20. લીમડાના પાન
  21. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કારેલા ની છાલ ઉતારી તેમાં મીઠું લગાવીને રાખવું. થોડીવાર બાદ કારેલા માંથી પાણી છૂટું પડે ત્યારે તેમાંથી પાણી નિતારી લો. બધાં જ લોટ મીક્સ કરો અને તેમાં મસાલા ઉમેરીને દહીં અને તેલ ઉમેરો.

  2. 2

    ચપટી સોડા ઉમેરી ગરમ પાણી સાથે લોટ તૈયાર કરી લો. સ્ટીમર માં મૂઠિયા વાળી સ્ટીમ કરવા મૂકો. અડધો કલાક બાદ મૂઠિયા સ્ટીમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    થોડીવાર બાદ મૂઠિયા ના ટૂકડા કરી તેલમાં રાઈ, હીંગ, સફેદ તલ અને લીમડાના પાન નાખી વઘાર કરી લો. ગરમાગરમ મૂઠિયા કોથમીર ની ચટણી અથવા કેરી ના છુંદો સાથે સર્વ કરો.

  4. 4

    નોંધ- ડુંગળી વિના પણ આ મૂઠિયા સ્વાદિષ્ટ લાગે છે પરંતુ ડુંગળી નાખવાથી કડવાશ તદ્દન ઑછી થઈ જાય છે. ગોળ અથવા ખાંડ પણ લીંબુનો રસ ના સ્વાદ ને બેલેન્સ કરવા માટે નાખેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes