મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

અમારી ઘરે, મેકસીકન ફુડ બધાનું ખુબ જ ફેવરેટ છે. એટલે ઘરે વારે વારે અલગ અલગ મેક્સીકન વસ્તુ હું બનાવતી રહેતી હોવું છું. એન્ચીલાડા, કેસેડીયા, ક્રંચ રેપ, ચલુપા, તાકો, મેક્સીકન પીઝા, બીન બરીટો... પણ આ બધા જોડે મેક્સીકન રાઈસ તો હોય જ!!!

પહેલાં હું રાઈસ અલગ બનાવી ને પછી બધું ઉમેરી ને બનાવતી હતી. ટાઈમ ખુબ જ જતો હતો, હવે તો, આ કુકર માં બનાવવું એટલું સરસ ફાવી ગયું છે કે, ખુબજ જલદી એકદમ સરસ રાઈસ તૈયાર થઈ જાય છે. ખાલી કેટલું પાણી લેવું તેનું ખુબધ્યાન રાખવું પડે, નહી તો મેક્કસીન ખીચડી બની જાય. 😊

મેક્સીકન રાઈસ ને તમે એકલો પણ ખાઈ શકો છો. કોઈ વાર મેક્સીકન ખાવાનું મન થયું હોય, અને બીજું કશું ના કરવું હોય તો તમે ફટાફટ આ બનાવી ને દહીં જોડે કે, સાલસા કે સાવર કી્મ જોડે કે પછી એકલો સવઁ કરી શકો છો. ખુબ જ સરસ લાગે છે.

તમે પણ મારી આ રેશીપી થી ફટાફટ ખુબ જ સરસ રાઈશ બનાવી શકો છો. તો ચાલો, હવે જ્યારે મેક્સીકન બનાવો ત્યારે આ જરુર થી બનાવજો, અને મને જણાવજો કે કેવો લાગ્યો તમને?

#સુપરશેફ4
#માઇઇબુક

#cookpad
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩-૪
  1. ૧ ચમચીઘી
  2. ૨ ચમચીઓલીવ ઓઈલ (તમે રેગ્યુલર તેલ પણ વાપરી શકો છો, પણ બહુ સ્ટોન્ગ ટેસ્ટનું જેમકે શીંગતેલ ના વાપરતાં)
  3. ૧ કપચોખા (મેં બાસમતી લીધા છે. આ રાઈસ ઓરીજનલી જાડા ચોખા માં થી બંને છે. તમે તમને ગમતાં ચોખા લઈ શકો છો)
  4. ૧/૨નાનો કાંદો ઝીણો સમારી ને લેવો
  5. ૨ ચમચીઝીણું સમારેલું રેડ કેપ્સીકમ
  6. ૨ ચમચીઝીણું સમારેલું ઓરેન્જ કેપ્સીકમ
  7. ૨ ચમચીઝીણું સમારેલું યલો કેપ્સીકમ (જો તમારે આ કલરીંગ કોઈ પણ કેપ્સીકમ ના વાપરવા હોય, તો તમે ૧/૨ લીલું કેપ્સીકમ ઝીણું સમારીને વાપરી શકો છો)
  8. ૪-૫ ચમચી લીલા કાંદા સમારેલાં
  9. ૧/૨ વાટકીકરતાં થોડા ઓછાં બાફેલાં રાજમાં (રાજમાં ધોઈ ને ૬-૭ કલાક માટે પલારી લેવાં. પછી કુકર માં પાણી મુકી ૩-૪ શીટી મારી ને બાફી લેવાં)
  10. ૧/૨ વાટકીકરતાં થોડા ઓછા બ્લેક બીન્સ (ઓપ્સન્લ) (આ ને પણ રાજમાં ની જેમ ધોઈ ને ૬-૭ કલાક માટે પલારી લેવા. પછી કુકર પાણી મુકી ૩-૪ શીટી મારી બાફી લેવા)
  11. ૪-૫ ચમચી મકાઈની દાણાં (ગરમ પાણી કરી થોડી વાર ઉકાળી લો, પાણી નિતારી ને તૈયાર રાખો)
  12. ૪ ચમચીસાલસા (ચન્કી હોય તેવો લેવો)
  13. ૧/૨ ચમચીજીરું પાઉડર
  14. ૧/૨ ચમચીમરી પાઉડર
  15. ૧/૨ ચમચીઓરેગાનો
  16. ૧/૨ ચમચીચીલી ફલેક્સ
  17. ૧/૨ ચમચીકાંદા નો પાઉડર (ઓપ્સન્લ)
  18. ૧/૨ ચમચીલશણ નો પાઉડર (મને આ રાઈશ માં ફે્સ લશણ નો બહુ સ્ટોન્ગ ટેસ્ટ નથી ગમતો, જો તમને ગમતો હોય તો ૩ કળી લશણ પાઉડર ના બદલે વાપરી શકો છો)
  19. ૧ ચમચીમરચું પાઉડર (તીખું ખાતાં હોય તો થોડું વધારે લેવું)
  20. ૨ ચમચીટાકો સીઝનીંગ
  21. મીઠું
  22. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    ચોખા ને સરસ ધોઈને ૩૦ મીનીટ માટે પલારી લો. આ કરવું ખુબ જરુંરી છે. કાંદા, કેપ્સીકમ અને ગી્ન ઓનીયન ને ઝીણાં સમારી લો. બીન્સ ને બાફી ને પાણી કાઢી ને તૈયાર રાખો.

  2. 2

    આપડે આ રાઈસ કુકર માં બનાવીશું. સરસ છુટ્ટા થશે. ખાલી પાણી કેટલું લેવું એનું ધ્યાન રાખીએ તો કુકર માં પણ સરસ છુટ્ટો રાઈસ ખુબ જ ઝડપથી. બની શકે છે

  3. 3

    એક નાનાં કુકર માં તેલ અને ઘી લો, ગરમ થાય એટલે તેમાં, ઝીણાં સમારેલાં કાંદા અને કેપ્સીકમ ઉમેરો. મીઠું ઉમેરો, હલાવી દો અને જરા ચડવા દો. એકદમ નથી ચડાવાનાં.

  4. 4

    હવે તેમાં બાફેલા બીન્સ, બાફેલી મકાઈ અને સાલસા ઉમેરો. સરસ હલાવી બધું મીક્ષ કરો.

  5. 5

    હવે તેમાં, જીરું પાઉડર, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓનીયન પાઉડર, લશન નો પાઉડર અને ઓરેગાનો ઉમેરો. બધું બરોબર મીક્ષ કરો. હવે, પલારેલા ચોખા, હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરો. બધાને સરખી રીતે હલાવી મીક્ષ કરો.

  6. 6

    હવે તેમાં સમારેલાં લીલી કાંદા અને તાકો સીઝનીંગ ઉમેરો. જેટલા ચોખા હતા તેટલું જ પાણી લો (માપી ને પાણી લો, જો રાઈસ છુટ્ટા કરવા હશે તો આ ખુબ મહત્વનું છે) હલાવી ને કુકર બંધ કરી ને ૧ જ શીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. હવે કુકર ને ઠંડું થવા દો. ખોલવાની જરા પણ ઉતાવળ ના કરશો.

  7. 7

    15 મીનીટ પછી કુકર ખોલો. અને કાંટા ની મદદ થી રાઈશ ઉપર નીચે કરો. એકદમ હલકા હાથે થી. એકદમ સરસ છુટ્ટા રાઈશ તૈયાર છે.

  8. 8

    રાઈસ તૈયાર છે, મેક્સીકન ફુડ જોડે કે પછી દહીં જોડે કે, સાલસા કે સાવર કી્મ જોડે કે પછી એકલો સવઁ કરી શકો છો. ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes