હોમ મેડ ચીઝ(cheese recipe in Gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

હોમ મેડ ચીઝ(cheese recipe in Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ... બધી તૈયારી માટે છથી સાત કલાક
૩ માટે
  1. અડધો લીટર દૂધ
  2. અડધા લીંબુનો રસ
  3. ૨ ચમચીઘી
  4. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ... બધી તૈયારી માટે છથી સાત કલાક
  1. 1

    દૂધને મીડીયમ ગેસ ઉપર ગરમ કરવું તેને અડધા લીંબુના રસથી દૂધને ફાડવું હવે તેમાં ફોદા અથવા તો દૂધ ફાટવાનું શરૂ થશે તેને સતત હલાવતા રહેવું અને દૂધમાંથી પાણી છૂટુ પાડવું એટલે પનીર અલગ મળશે.

  2. 2

    હવે એ પનીરને એક કોટનના કપડામાં અથવા તો મુસ્લીન કપડાં માં બાંધી દેવું બધું જ પાણી નિતારી લેવું તેના ઉપર વજન મૂકો.

  3. 3

    પનીર તૈયાર થઈ જાય ત્યાર બાદ તેમાંથી ૧૦૦ ગ્રામ પનીર લઈ એટલે કે અડધો ભાગ લઇ અને મિક્સરમાં તેના કટકા કરી અને નાખવા હવે તેની સાથે બે ચમચી ઘી અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી પેસ્ટ બનાવવી.

  4. 4

    આ પેસ્ટને એરટાઈટ કન્ટેનરમાં લઈ તેમાં એલ્યુમિનિયમ ફોઇલ અથવા તો પ્લાસ્ટિક મૂકી અંદર આ મિશ્રણ ભરી દેવું હવે તેને ૩ થી ૪ કલાક માટે ફ્રીઝરમાં store કરવું. ત્રણ-ચાર કલાક બાદ ચીઝ તૈયાર છે જે આપણે તમામ નવી વાનગીઓ પાસ્તા, ફ્રેન્કી, પિઝાવગેરેમાં પણ વાપરી શકાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes