વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#noovenbaking
શેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે.

વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)

#noovenbaking
શેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
૩ વ્યક્તિ
  1. પીઝા બેઝ માટે-
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. 1/4 કપદહીં
  4. 1/4 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/8 ટીસ્પૂનબેકિંગ સોડા (1/4 ટીસ્પૂન થી ઓછી)
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 ટીસ્પૂનતેલ
  8. પીઝા ટોપિંગ માટે-
  9. 1/4 કપઝીણું સમારેલ ગાજર
  10. 1/2 કપઝીણી સમારેલી કોબીજ
  11. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  12. 1/4 કપઝીણા સમારેલા શિમલા મરચા
  13. 1/2 ટીસ્પૂનવાટેલી કાળી મરી
  14. મીઠું સ્વાદાનુસાર
  15. અન્ય સામગ્રી-
  16. 1 કપછીણેલું ચીઝ
  17. 2 ટેબલસ્પૂનબટર અથવા માખણ લગાવી
  18. 1/2 કપપીઝા સોસ
  19. 1 ટીસ્પૂનઓરેગાનો
  20. 1 ટીસ્પૂનચીલીફલેક્સ
  21. ગાર્નિશિંગ માટે-
  22. બ્લેક ઓલિવસ
  23. લાંબી સમારેલી ડુંગળી
  24. લાંબા સમારેલા શિમલા મરચા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કાથરોટમાં ઘઉંનો લોટ, બેકિંગ સોડા, બેંકિંગ પાઉડર,મીઠું મિક્સ કરી દહીં વડે નરમ લોટ બાંધી,બાંધેલા લોટને સહેજ ભીના રુમાલ વડે 15 મિનિટ માટે ઢાંકીને મૂકો.

  2. 2

    બાંધેલા લોટને મસળીને રોલ બનાવી તેમાંથી ત્રણ ભાગ કરી લુઆ બનાવી લો.તેમાંથી મદયમ આકારની ગોળ રોટલી વણીને કાંટાવાળી ચમચી વડે કાણાં પાડી દો. (રોટલી બહુ જાડી કે બહુ પાતળી ન બનાવી)

  3. 3

    એક કઢાઇમાં મીઠું નાખીને વચ્ચે સ્ટેન્ડ મૂકી ઉપર એલ્યુમિનિયમ અથવા સ્ટીલની ડીશ મૂકી તેજ આંચ પર ડીશને ગરમ કરી, ડીશ પર તેલ લગાવી દો.

  4. 4

    ગરમ કરેલ ડીશ પર વણીને તૈયાર કરેલ રોટલી મૂકીને ઢાંકીને 10 મિનિટ માટે મધ્યમ આંચે બેક કરી લો. તૈયાર છે આટા પીઝા બેઝ

  5. 5

    એક બાઉલમાં ઝીણી સમારેલી બધી જ શાકભાજી મિકસ કરી મીઠું અને વાટેલી કાળી મરી બરાબર મિક્સ કરી પીઝા માટે ટોપિંગ તૈયાર કરી લો.

  6. 6

    તૈયાર કરેલ પીઝા બેઝ પર બટર લગાવી,પીઝા સોસ લગાવો,તૈયાર કરેલ ટોપિંગ પાથરો, ત્યારબાદ છીણેલું ચીઝ ભભરાવી દો.

  7. 7

    બ્લેક ઓલિવસ, શિમલા મરચા, ડુંગળી વડે ગાર્નિશિંગ કરી ચપટી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવીને ગરમ તવા પર પીઝાને ઢાંકીને 2 થી 4 મિનિટ માટે ધીમી આંચે શેકી લો.

  8. 8

    તૈયાર છે વેજ આટા પીઝા, ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes