દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સુપરશેફ૪
#જૂલાઈ #વીક૪
#રાઈસ અથવા દાળ ની રેસીપીસ

મોટાભાગના પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ રવિવારની લન્ચ સ્પેશિયલ વાનગી છે! મસાલેદાર ઘઉંના લોટની ઢોકળીને દાળ માં એડ કરવામાં આવે છે, અને ભાત સાથે પીરસવા માં આવે છે.. મેં અહીં દાળ ઢોકળી અને જીરા રાઈસ ની રેસીપી શેર કરી છે., જે ખૂબજ ટેસ્ટી અને બધાં નું ફેવરિટ વન પોટ મીલ છે..

દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ૪
#જૂલાઈ #વીક૪
#રાઈસ અથવા દાળ ની રેસીપીસ

મોટાભાગના પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ રવિવારની લન્ચ સ્પેશિયલ વાનગી છે! મસાલેદાર ઘઉંના લોટની ઢોકળીને દાળ માં એડ કરવામાં આવે છે, અને ભાત સાથે પીરસવા માં આવે છે.. મેં અહીં દાળ ઢોકળી અને જીરા રાઈસ ની રેસીપી શેર કરી છે., જે ખૂબજ ટેસ્ટી અને બધાં નું ફેવરિટ વન પોટ મીલ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. દાળ માટે:
  2. 1 કપદાળ
  3. 1 ટીસ્પૂનહળદર પાઉડર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ઢોકળી માટે:
  6. 1 1/2 કપઘઉંનો લોટ
  7. 1 ટીસ્પૂનફ્રેશ મલાઈ
  8. 1 ટીસ્પૂનહળદર પાઉડર
  9. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1/2 tspઅજમો
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. દાળના વઘાર માટે:
  14. 5-6લીમડા ના પાન
  15. 1/2 ઇંચઆદુ
  16. 2 ચમચીગોળ
  17. 1 ટીસ્પૂનરાઈ
  18. 1/2 tspજીરુ
  19. 1ટમેટું બારીક સમારેલું
  20. વઘાર માટે તેલ
  21. ચપટીહીંગની
  22. જીરા રાઈસ માટે:
  23. 1 કપચોખા
  24. 2 tspજીરુ
  25. ચપટીહીંગની
  26. 2-3- 2-3 લીમડા ના પાન
  27. 1લીલું મરચું બારીક સમારેલુ
  28. વઘાર માટે ઘી

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    દાળ અને ઢોકળી માટે : સૌથી પહેલા હળદર અને મીઠું ઉમેરીને દાળને ત્રણ સીટી સુધી બાફી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરૂ હિંગ ટામેટાં, લીમડાના પાન અને મરચું ઉમેરીને વઘાર કરી લો., તેમાં બાફેલી દાળ ઉમેરો અને બે - ત્રણ કપ પાણી ઉમેરો. (અથવા જરૂરી મુજબ).

  3. 3

    હવે તમામ મસાલા, અજમો અને મલાઈ ઉમેરો અને ઢોકળી માટે લોટ બાંધી લો.

  4. 4

    ફોટામાં બતાવ્યા પ્રમાણે રોલ કરો અને સમાન ભાગોમાં કાપી નાખો., અને ધીમા તાપે ઉકળતી દાળમાં કટ કરેલી ઢોકળી ઉમેરો., બધી ઢોકળી તે જ રીતે ઉમેરો., ઢાંકીને ૫ મિનિટે ચડવા દો.

  5. 5

    જીરા રાઇસ માટે : 1 કપ ચોખા રાંધી લીધા બાદ.,જીરુ, લીમડા અને મરચા નો વઘાર કરી લો અને હિંગ એડ કરો.

  6. 6

    ગરમા-ગરમ દાળ ઢોકળી ને જીરા રાઈસ સાથે સર્વ કરો.

  7. 7

    Happy Cooking Friends 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Vyas
Foram Vyas @cook_24221654
પર

Similar Recipes