સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

કાજુ કતરી નું થોડું નવું ફ્લેવર ઉમેરેલું સ્વરુપ છે. મુખ્ય કાજુ કતરીનો માવો બનાવી તમને પસંદ હોય એ ફ્લેવર, આકાર, સ્ટફીંગ સાથે બનાવી શકો છો.મેં અહીં ગુલાબની ફ્લેવર આપી છે. તો રોઝ ફ્લેવર સાથે ગુલકંદ બહુ જ સરસ લાગે છે. ગુલકંદ સાથે પાનની ફ્લેવર પણ સરસ જાય છે.

અમે લાઇવ થયા એ વખતે ૧૦૦ ગ્રામ કાજુમાંથી બનાવ્યા હતા. ૧૫ નંગ બન્યા હતા. હું અહીં ૨૫૦ ગ્રામ કાજુનું માપ લઉં છું.

#ઉપવાસ
#પોસ્ટ3
#માઇઇબુક
#પોસ્ટ_37

સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)

કાજુ કતરી નું થોડું નવું ફ્લેવર ઉમેરેલું સ્વરુપ છે. મુખ્ય કાજુ કતરીનો માવો બનાવી તમને પસંદ હોય એ ફ્લેવર, આકાર, સ્ટફીંગ સાથે બનાવી શકો છો.મેં અહીં ગુલાબની ફ્લેવર આપી છે. તો રોઝ ફ્લેવર સાથે ગુલકંદ બહુ જ સરસ લાગે છે. ગુલકંદ સાથે પાનની ફ્લેવર પણ સરસ જાય છે.

અમે લાઇવ થયા એ વખતે ૧૦૦ ગ્રામ કાજુમાંથી બનાવ્યા હતા. ૧૫ નંગ બન્યા હતા. હું અહીં ૨૫૦ ગ્રામ કાજુનું માપ લઉં છું.

#ઉપવાસ
#પોસ્ટ3
#માઇઇબુક
#પોસ્ટ_37

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪૦ થી ૪૫ નંગ
  1. ૨૫૦ ગ્રામ કાજુ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ (૧૩ ટેબલ ચમચી જેટલી થશે)
  3. ૧૦૦ મિલી (૭ ટેબલ ચમચી) પાણી
  4. ૩ ચમચીગુલકંદ
  5. ૫૦ ગ્રામ મિલ્ક પાઉડર
  6. ૧૦૦ ગ્રામ મિક્સ સૂકો મેવો ઘીમાં શેકીને ઝીણો સમારેલો
  7. ચપટીગુલાબી ફૂડ કલર
  8. ૧/૨ ટીસ્પૂનવ્હાઇટ રોઝ એસેન્સ
  9. ૩ પટ્ટીચાંદીના વરખની

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા કાજુને ઓછા પોઇન્ટ પર મિક્સર માં પીસી, પછી ચાળીને પાઉડર બનાવવો. ઝીણી ચાળણીથી ચાળવું. ચાળતા જે બચી જાય એને ફરી સહેજ મિક્સરમાં ફેરવી ચાળવું. બધાં કાજુનો પાઉડર બની જાય ત્યાં સુધી આ કરવું. પીસવું પછી ચાળવું. એકસાથે મિક્સર વધારે ના ચલાવવું, નહીં તો ગરમીથી કાજુની પેસ્ટ બની જશે. કાજુના પાવડરમાં મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લેવો.

  2. 2

    હવે એક કઢાઇમાં ખાંડ અને પાણી ગરમ કરવું. ખાંડ ઓગળી જાય અને બબલ્સ આવવા લાગે પછી ૨ મિનિટ થવા દેવું ને હલાવતા રહેવું. ધ્યાન રાખવું કે ચાસણીને એક તારથી વધારે નથી કરવાની. ઓછા તારની હોય તો વાંધો નથી.

  3. 3

    હવે ચાસણીમાં કાજુનો પાઉડર ઉમેરી હલાવવું. ગેસ ધીમા તાપ પર રાખવો. માવો કઢાઇ છોડવા લાગે ત્યાં સુધી હલાવવું. થોડું ઘી નાખવું. માવો કઢાઇ ને ચોંટતો બંધ થાય એટલે ગેસ બંધ કરી લેવો. માવાનો ચોથો ભાગ અલગ કાઢી, બાકીના માવામાં કલર, એસેન્સ ઉમેરી મિક્સ કરવું. તેને પ્લેટમાં કાઢી ઠંડો કરવો. હવે કાઢેલા માવામાં ગુલકંદ, સૂકા મેવાનો ભૂકો ઉમેરી મિક્સ કરવું. અને હાથમાં ઘી લગાવી કેળવી લાંબો રોલ બનાવવો.

  4. 4

    કલર વાળા માવાને કેળવી લંબચોરસ વણી લેવો. તેમાં વચ્ચે ગુલકંદ વાળો ભાગ મૂકી,રોટલાને રોલ કરી લેવો. રોલને ફ્રીઝમાં ૧૫ મિનિટ સેટ થવા દેવો. પછી બહાર કાઢી ઉપર ચાંદીનો વરખ લગાવવો અને પછી નાના ટુકડામાં કાપી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes