ધુસ્કા (Dhuska)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઈસ્ટ
ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.
ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે.

ધુસ્કા (Dhuska)

#ઈસ્ટ
ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.
ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચોખા
  2. ૧/૨ કપઅડદની દાળ
  3. ૧/૪ કપચણાની દાળ
  4. ૩-૪ લીલા મરચા
  5. ટુકડો૧" આદુ નો
  6. ૧ ટેબલ સ્પૂનજીરું
  7. ૧/૪ ટી સ્પૂનહળદર
  8. ૧ ટેબલ સ્પૂનમરી પાવડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તેલ તળવા માટે
  11. ચટણી સાથે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા, અડદની દાળ અને ચણા દાળ ને અલગ અલગ ઘોઈ અને ૫-૬ કલાક પલાળી રાખો. પાણી નિતારીને પહેલા ચોખા ને મિક્ષ્ચર જાર માં નાખી, થોડું પાણી ઉમેરી ને પીસી લો.

  2. 2

    એક મિશ્રણ બોઉલ માં પીસેલા ચોખા નું મિશ્રણ કાઢી લો. અડદ દાળ અને ચણા દાળ અને લીલા મરચા, આદુ ના ટુકડા મિક્ષ્ચર જાર માં નાખી ને વાટી લો. ચોખા નું મિશ્રણ માં નાખી ને એમાં જીરું, મીઠું સ્વાદાનુસાર, હળદર,મરી પાવડર નાખી ને ખીરું તૈયાર કરવું.

  3. 3

    કઢાઈમાં તેલ ગરમ કરો. એક ચમચો ભરી ખીરું, ગરમ તેલમાં નાખી ને મઘ્યમ તાપમાન પર કડક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધુસ્કા તળો. આવી રીતે બઘા ઘુસ્કા બનાવવા.

  4. 4

    સ્વાદિષ્ટ ઘુસ્કા,ધુન્ગી/ ચટણી/ આલુ ઝોલ સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes