ખસતા કચોરી ચાટ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#સ્ટ્રીટ
દિલ્હી નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.

ખસતા કચોરી ચાટ

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટ્રીટ
દિલ્હી નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮-૧૦
  1. ૧/૨ કપ મોગર (પીળી) દાળ
  2. વઘાર માટે:
  3. ૩ ચમચા તેલ
  4. ૧/૪ ટી સ્પૂન હિંગ
  5. ૧/૨ ટી સ્પૂન હળદર
  6. મસાલા માટે સમાગ્રી:
  7. ૩ ચમચા ખાંડ
  8. ૩ ચમચા ગરમ મસાલો
  9. ૧ ચમચો લાલ મરચું પાવડર
  10. ૧ ચમચો આમચૂર પાવડર
  11. ૨ ચમચા કાચી વરિયાળી અધકચરી ખાડેલી
  12. મીઠું સ્વાદાનુસાર
  13. બાહર નું પડ માટે સમાગ્રી:
  14. ૧૧/૨ કપ મેંદો
  15. ૬ ચમચા ઘી મોણ માટે
  16. તેલ તળવા માટે
  17. અન્ય સમાગ્રી :
  18. ખજૂર આમલીની ચટણી
  19. તીખી કોથમીર ની ચટણી
  20. વલોવી તાજી દહીં
  21. બેસન સેવ
  22. દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા ના લોટ માં ગરમ ઘી નું મોણ નાખવું.રોટલી જેવો લોટ બાંધવો.કણક ૧/૨ કલાક ઢાંકીને રાખવું.

  2. 2

    મોગર દાળ ને ઘોઈ અને ૧/૨ કલાક પલાળી રાખો.એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હીંગ, હળદર નો વઘાર કરી તેમાં મોગર દાળ વઘારની.દાળમા અડધો કપ પાણી નાખી ને ખુબ ઘીમે તાપમાન પર દાળ બાફવી.

  3. 3

    બાફેલી દાળને ચમચાથી ભૂકો કરવો.બઘો મસાલા નાખીને હલાવતા રહેવું.દાળ સૂકા જેવી સાંતળીને તૈયાર થાય એટલે ગેસ પરથી ઉતારી લો.

  4. 4

    મેંદા ના કણકમાંથી નાનો લુઆ લઈ ને પૂરી વણવી. તેમાં થોડું પૂરણ નાખી ને કચોરી તૈયાર કરવી. આ કચોરી ને હાથથી થેપીને નાની પૂરી જેવી તૈયાર કરવી.

  5. 5

    કઢાઈમાં તેલ ગરમ કરો. આ તેલમાં કચોરી નાખી, ફાસ્ટ ગેસ પર ફુલાવી. બઘી કચોરી કાચી-પાકી (હાફ- ફ્રાય) તળી બહાર કાઢવી.

  6. 6

    ઠંડી થવા એટલે,ફરી થી આ કચોરી ને ઘીમે તાપમાન પર કડક ગુલાબી રંગ ની તળવી. એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

  7. 7

    ખસતા કચોરી ચાટ માટે.. ખસતા કચોરી ને વચ્ચે થી ખાડો કરી તેમાં ખજૂર- આમલી ની ચટણી નાખો. એના ઉપર તીખી ગ્રીન ચટણી નાખો.

  8. 8

    એના ઉપર વલોવેલુ દહીં નાખી ને બેસન સેવ ભભરાવી, દાડમ ના દાણા થી સજાવી ને તરત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes