રાજસ્થાની દાળ બાટી (Rajasthani Daal Baati Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara

#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઘઉં નો જાડો લોટ
  2. 1 નાની વાટકીતુવેર દાળ
  3. 1 નાની વાટકીમગની દાળ
  4. 1 નાની વાટકીચણા ની દાળ
  5. 1 નાની વાટકીઅડદ ની દાળ
  6. 1 નંગડુંગળી
  7. 2 નંગલીલા મરચા
  8. 2 નંગટામેટાં
  9. 2 નંગલાલ સુકા મરચા
  10. 1 ચમચીજીરૂ
  11. 1 ચમચીલસણ આદુ વાટેલા
  12. 1 ચમચીલાલ મરચા પાઉડર
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીઅજમો
  15. 100 ગ્રામઘી
  16. 1 નંગતજ લવિંગ
  17. 2 ચમચીકોથમરી
  18. ૪ ચમચીતેલ
  19. ૧/૨ કપગરમ પાણી
  20. સ્વાદાનુસારમીઠું
  21. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો જાડો લોટ લેવો તેમાં ઘી નું મોણ ગરમ કરી નાખવું.તેમાં અજમો અને હળદર મીઠું સ્વાદાનુસાર અને એમાં ખાવાનોસોડા નાખી, ગરમ પાણી થી કઠણ લોટ બાંધવો

  2. 2

    ત્યાર બાદ લોટ ને ૨૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું. પછી તેના નાના નાના ગુલ્લા કરી બેકિંગ કરવા મૂકવું.ત્યાર બાદ તેને ઉપર થી ૧૦ મિનિટ અને પલટાઈ ને ૧૦ મિનિટ સુધી શેકવા દો.

  3. 3

    ત્યાર બાદ બધી દાળ ને ૧ કલાક પલાળી રાખવું. બાફવા મૂકતી વખતે તેમાં લીલું મરચું,૧ ટમેટું, હળદર,લાલ મરચા પાઉડર, ધાણાજીરુ નાખી બાફવા મૂકવું.

  4. 4

    ત્યાર બાદ તેલ મૂકી તેમાં સૂકું લાલ મરચું, જીરૂ, તજ - લવિંગ અને આદુ મરચા લસણ નાખી ૫ મિનિટ થવા દેવું.હિંગ નાખી અને ડુંગળી નાખવી.ડુંગળી થઈ ગયા બાદ તેમાં ૧ ટમેટું નાખવું.પછી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખવું.હળદર, લાલ પાઉડર, ગરમ મસાલો નાખી વઘાર દાળ માં નાખવો. વઘાર નાખ્યા બાદ ૫ મિનિટ દાળ ઉકળવા દેવું.

  5. 5

    ત્યાર બાદ કોથમરી નાખી ૧ ચમચી ઘી નાખી ગરમ ગરમ દાળ જોડે બાટી પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes