દાલ-ખિચડી(Dal Khichadi Recipe In Gujarati)

Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114

દાલ-ખિચડી(Dal Khichadi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૪ લોકો
  1. ૧ નાની વાટકીમગની દાળ
  2. ૧ નાની વાટકીચોખા
  3. ૪ મોટા ચમચાઘી
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીજીરૂ
  6. ૧ નંગડુંગળી
  7. ૧ નંગટામેટું
  8. ૧ નંગનાનું ગાજર
  9. ૩ નંગમરચા
  10. ૧/૨ ચમચીલીંબુ
  11. ૧ ચમચીહળદર
  12. સ્વાદાનુસાર મીઠું
  13. ૨ ચમચીઆદુ - લસણની પેસ્ટ
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. જરૂર મુજબકોથમીર
  16. ૪ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કુકર મા ધોયેલા દાળ ચોખા લઈ તેમાં હળદર અને મીઠુ નાખી એક સીટી વગાડી લેવી. દાળ ચોખા કરતા પાણી બમણું નાખવું.

  2. 2

    હવે એક કડાઇમાં ૨ ચમચા ઘી નાખી તેમાં ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતળે એટલે આદુ લસણ ની પેસ્ટ અને જીણી કાપેલું ડુંગળી અને મરચાના કટકા નાખી બરાબર સાંતળી લેવી.

  3. 3

    હવે તેમાં ટમેટું જીણું કાપેલું નાખી સાંતળવું. ટમેટું થોડું પોચું પડે એટલે બધા મસાલા નાખી થોડી વાર ચડવા દેવા અને પછી તેમાં ખીચડી નાખી ખદખદવા દેવુ.

  4. 4

    જરૂર પ્રમાણે ૧ થી ૨ ગ્લાસ પાણી નાખી બરાબર ખીચડી થવા દેવી અને ૨ ચમચા ઘી ઉપરથી નાખવું જેથી સ્વાદમાં ભળી જાય.

  5. 5

    બીજી બાજુ જીણું કાપેલું ગાજર થોડા પાણી સાથે બાફી લેવું અને ખીચડીમાં પાણી સાથે જ નાખી દેવુ.

  6. 6

    અંદાજે ૧૦ મિનીટ પછી ગેસ બંધ કરી દેવો અને કોથમીર તથા ડુંગળી અને લીંબુ નાખી દાળ ખીચડી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
પર

ટિપ્પણીઓ

Similar Recipes