દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#સુપરશેફ
#ગુરુવાર
પૌષ્ટિક , બનાવવામાં સરળ, દુધી ના મુઠીયા એ ગુજરાતી વાનગી માં શિરમોર છે.

દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)

#સુપરશેફ
#ગુરુવાર
પૌષ્ટિક , બનાવવામાં સરળ, દુધી ના મુઠીયા એ ગુજરાતી વાનગી માં શિરમોર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
બે વ્યક્તિ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧/૪ કપચોખાનો લોટ
  3. ૧ ટેબલસ્પૂનચણાનો લોટ
  4. ૧/૨ કપદુધી
  5. ૩ ટેબલસ્પૂનતેલ
  6. ૧ ટીસ્પૂનરાઈ
  7. ૧/૨ ટીસ્પૂનજીરુ
  8. ૧/૨ ટીસ્પૂનહળદર
  9. ૧ ટીસ્પૂનલાલ મરચાનો પાઉડર
  10. ૧ ટીસ્પૂનધાણાજીરું
  11. ૧ ટીસ્પૂનવરિયાળી
  12. ૧ ટીસ્પૂનતલ
  13. ૧ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  14. ૧ ટીસ્પૂનઆદુ, લસણ ની પેસ્ટ
  15. પાંચથી સાત પત્તા મીઠી લીમડી
  16. સુકા લાલ મરચા
  17. ૧ ટીસ્પૂનખાંડ
  18. પીંચ હિંગ
  19. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    માપમાં દર્શાવ્યા પ્રમાણે ઘઉં ચોખા અને ચણાનો લોટ ચાળીને ૨ ટેબલસ્પૂન તેલનું મોણ નાખી મિક્સ કરી લો.

  2. 2

    હવે આ લોટમાં મીઠું, હળદર, મરચું, ધાણાજીરુ,વલીયારી,આમચૂર પાઉડર, ખાંડ, હિંગ, લસણ આદુની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લેવું અને હૂંફાળા પાણી વડે સહેલાઇથી મુઠીયા વાળી શકાય તેવો ઢીલો લોટ બાંધવો. અને સ્મૂધ કરી લેવો.

  3. 3

    મુઠીયા બાફવા મૂકવા માટેનું વાસણ પહેલેથી ગરમ કરી લેવું.હવે બંને હથેળીમાં તેલ લગાવી અને તેના મુઠીયા વાળી લેવા. અને વરાળે ૧૫ મિનિટ સુધી બાફવા મૂકવા.

  4. 4

    15 મિનિટ બાદ ગેસ ઓફ કરી મુઠીયા ને એક પ્લેટમાં કાઢી તેને ઠંડા થવા દેવા. ઠંડા થાય પછી તેના પીસ પાડવા. હવે એક કડાઈમાં એક ટેબલસ્પૂન તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ, મીઠી લીમડી, ૨ સૂકા લાલ મરચાં નાખી તેને સાંતળી અને તેમાં પીસ કરેલા મુઠીયા એડ કરો. પાંચ મિનિટ માટે ધીમા તાપે શેકો. પછી ગેસ ઓફ કરી દો. આ મુઠીયા દહીં સાથે, છાસ સાથે, ચા સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes